Smartphone નું Storage વધારવાની સૌથી સરળ Tips, માત્રા આટલું જ કરો

Sat, 29 May 2021-2:47 pm,

કૈશમાં બહુ બધી મેમોરી વપરાય છે. એમાં બવ બધી ચીજો સેવ થતી રહે છે. તેના કારણે કેટલાંક દિવસોમાં જ મોબાઈલનું સ્ટોરેજ ફુલ થઈ જાય છે. Apps અને Website નો લોડિંગ ટાઈમ ઓછો કરવા માટે બહુ બધો ડેટા કૈશ કરી લે છે.  તેથી કૈશ મેમોરીને ડિલીટ કરો. તેનાથી તમારા મોબાઈલનો ઘણો બધો સ્પેસ ફ્રી થઈ જશે.

મેઈલમાંથી ફોનમાં આપણે ઘણીવાર ફાઈલ ડાઉનલોડ કરતા હોઈએ છીએ. ડાઉનલોડ કર્યા બાદ આપણે એ ભૂલી જઈએ છીએ કે, આ ફાઈલ ક્યાંક સેવ છે. એવામાં આપણાં ફોનના ડાઉનલોડ વિભાગમાં જઈને બિનજરૂરી ફાઈલોને ડિલીટ કરી દેવી જોઈએ. તેનાથી પણ તમારા મોબાઈલ સ્ટોરેજમાં ખાસી જગ્યા ખાલી થઈ જશે.

ફોનની મેમોરી વધારવા માટે યુઝર્સ ઘણીવાર ક્લીનિંગ એપનો પણ ઉપયોગ કરતા હોય છે. તેની જગ્યાએ ગૂગલની ફાઈલ (Files by Google) App નો ઉપયોગ કરો. આ વસ્તુ ક્લીનિંગ એપનું પણ કામ કરશે. તેનાથી પણ સ્ટોરેજ વધશે.

તમારા ફોનમાં WhatsApp અથવા અન્ય જગ્યાએથી આવતા Video દૂર કરો. આવું કરવાથી તમારા મોબાઈલનો ઘણો બધો સ્પેસ ખાલી થઈ જશે. તેનાથી સ્ટોરેજ વધશે.

તમારા ફોનમાં ઘણી બધી એવી એપ્સ હોય છે જેનો તમે ક્યારેય ઉપયોગ કરતા નથી. આવી બિનજરૂરી એપ ને દૂર કરવાથી પણ તમારા ફોનું સ્ટોરેજ વધી જશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link