ભારતનો દુર્લભ ખજાનો પાછો આવ્યો! દેશના આ જંગલમાં જોવા મળ્યા 10 કાળા વાઘ
કેન્દ્રીય પર્યાવરણ રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચૌબેએ રાજ્યસભામાં જણાવ્યું કે, મેલેનિસ્ટિક ટાઈગર માત્ર ઓરિસ્સાના સિમિલીપાલ અભ્યારણ્યમાં મળી આવ્યા છે. તેમણે કહ્યું કે, અખિલ ભારતીય વાઘ આકલન અભ્યાસમાં 2022 ના ચક્ર અનુસાર, સિમલીપાલ વાધ અભ્યારણ્યમાં 16 વાઘ, જેમાંથી 10 મેલાનિજ્મ એટલે કે કાળા પટ્ટાના વાઘ છે.
ચિત્તામાં ભારતના આગમન બાદ ભારત માટે આ એક ઐતિહાસિક સિદ્ધી ગણી શકાય. વર્ષ 2021 માં નેશનલ સેન્ટર ફોર બાયોલોજિકલ સાયન્સિસ બેંગલુરુના ઈકોલોજિસ્ટ ઉમા રામકૃષ્ણન અને તેમના વિદ્યાર્થી વિનય સાગરે એક રિસર્ચ કર્યુ હતું. જેમાં જાણવા મળ્યું કે, શરીરના ઉપરના ભાગમાં રંગ અને પેટર્નને કારણે વાઘ ટ્રાન્સેમમ્બ્રેન એમિનોપોપ્ડિડેઝ ક્યુ (Taqpep) જીનમાં ઉત્પરિવર્તનના કારણે કાળા રંગનના દેખાઈ રહ્યાં છે.
સપ્ટેમ્બર 2021 માં પ્રોસીડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડમી ઓફ સાયન્સિસ જનરલમાં પ્રકાશિત એક રિસર્ચમા જણાવવામાં આવ્યું કે, સિમલીપાલ ટાઈગર રિઝર્વ વાઘની સંખ્યા અલગ અલગ છે. અન્ય વાઘોની સરખામણીમાં બહુ જ સીમિત જીન પ્રવાહ જોવા મળી રહ્યો છે. રિસર્ચ કરનારાઓની અનુસાર, વાઘોની અલગ અલગ આબાદી વિલુપ્ત હોવાને કારણે અતિ સંવેદનશીલ હોય છે. જે વાઘ સંરક્ષના પ્રયાસોને પ્રભાવિત કરે છે.
સંશોધકોએ જણાવ્યું હતું કે આવી અલગ અને જન્મજાત વસ્તી લુપ્ત થવા માટે અત્યંત સંવેદનશીલ છે, ટૂંકા ગાળામાં પણ, જે વાઘ સંરક્ષણ પ્રયાસો માટે નિર્ણાયક અસરો પેદા કરે છે.