મહામુકાબલા પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટનનું અડાલજની વાવમાં ફોટોશૂટ, સામે આવ્યા સિક્રેટ PHOTOs

Sat, 18 Nov 2023-3:15 pm,

અડાલજની વાવમા બેંને ટીમના કેપ્ટને ખાસ ફોટોશૂટ કરાવ્યું. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને ઓસ્ટ્રલિયના કેપ્ટન વાવ પહોંચ્યા હતા. 

આ ફોટોશુટ માટે અડાલજની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. 

વર્લ્ડ કપની ફાઈનલ મેચ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. આ મેચ જોવા માટે અનેક વીવીઆઈપી મહેમાનો આવી રહ્યા છે અને સાથે જ દુનિયાભરમાંથી દર્શકો પણ આવશે. જેથી સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ચૂક ન રહે તેની તૈયારી કરવામાં આવી રહી છે. સ્ટેડિયમની અંદર જ ખાસ કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. 4 હજાર જેટલા પોલીસ અને સુરક્ષા જવાનો ખડેપગે રહેશે. મેચ પુરી થશે અને વિજય સરઘસ નિકળશે એ સમયે 5 હજારથી વધુ પોલીસના જવાનો રસ્તા પર તહેનાત રહેશે એવી તૈયારી છે.  આ સાથે ટ્રાફિકના નિયમન માટે પણ વ્યવસ્થા કવામાં આવી રહી છે. ગુજરાત પોલીસની સાથે સાથે ક્રાઈમ બ્રાંચ, ATS, NDRF, SDRF, SRP સહિતની એજન્સીઓ સંકલનમાં રહીને કામ કરી રહી છે. ડ્રોનથી વ્યવસ્થા પર સતત નજર રાખવામાં આવી રહી છે. સાથે જ એન્ટી ડ્રોન પર કાર્યરત કરવામાં આવશે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link