ભારતે ઓસ્ટ્રેલિયાને કેવી રીતે ન જીતવા દીધી સિડની ટેસ્ટ? જાણો મેચની 5 મોટી વીતો

Mon, 11 Jan 2021-3:08 pm,

ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) અને ઋષભ પંત (Rishabh Pant)ના આઉટ થયા બાદ ભારતીય આશાને મોટો ઝટકો લાગ્યો હતો, પરંતુ હનુમા વિહારી (Hanuma Vihari) અને રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin)એ ખુબજ સંયમ સાથે રમતા મેચને હારથી બચાવી હતી. બંને વચ્ચે 62 રનની મહત્વની પાર્ટનરશિપ થઈ જે ઓસ્ટ્રેલિયાની ટીમ માટે નિરાશાનું કારણ બની છે. વિહારીએ 161 બોલમાં 23 અને અશ્વિને 128 બોલમાં 39 રન બનાવ્યા.

ઋષભ પંત (Rishabh Pant) ઈજાગ્રસ્ત હોવાના કારણે દુ:ખાવાનો સામનો કરી રહ્યો હતો, પરંતુ તેમ છતાં તેણે 118 બોલમાં શાનદાર 97 રન બનાવ્યા, જેમાં 12 ફોર અને 3 સિક્સ સામેલ હતી. તે નોથન લોયન (Nathan Lyon)નો શિકાર બન્યો. પંતને 5માં નંબર પર પ્રમોટ કરવામાં આવ્યો. કેપ્ટન અજિંક્ય રહાણે (Ajinkya Rahane)એ તેને હનુમા વિહારી (Hanuma Vihari) કરતા વધારે પસંદ કર્યા.

જે ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara)ની પ્રથમ ઇનિંગ્સમાં સ્લો બેટિંગ માટે ટીકા કરવામાં આવી હતી, તે જ બેટ્સમેને બીજી ઇનિંગ્સમાં સંયમ ભરી બેટિંગ કરી અપેક્ષા વધારી હતી. પુજારા પણ આ અપેક્ષા પર સંપૂર્ણ ખરો ઉતર્યો અને તેણે 205 બોલમાં 77 રન બનાવ્યા અને મેચને બચાવવામાં મહત્વનું યોગદાન આપ્યું.

આ મેચને ડ્રો કરવા માટે અજિંક્ય રહાણે (Ajinkya Rahane)ની કેપ્ટન્સીને જરૂર યાદ કરવામાં આવશે. પંતને 5માં નંબર પર ઉતારવો, નવદીપ સૈની (Navdeep Saini)ને તક આપવી, જેણે મેચમાં 4 વિકેટ લીધી. આ ઉપરાંત મયંક અગ્રવાલ (Mayank Agarwal)ને હટાવી રોહિત શર્મા (Rohit Sharma)થી ઓપનિંગ કરાવવું ફાયદાકારક રહ્યું. આ મેચથી પહેલા નિષ્ફળ રહેલા હનુમા વિહારી (Hanuma Vihari) પર વિશ્વાસ કરી રહાણેના શ્રેષ્ઠ નિર્ણયમાં સામેલ રહ્યા.

ભારતીય ક્રિકેટ ટીમ માટે આ મેચમાં સ્થિતિ ઘણી ઉતારચઢાવ ભરી રહી છે. 407 રનના વિશાળ ટાર્ગેટ મળ્યા છતાં ટીમ ઇન્ડિયાએ ફાઇટ કરવાનું છોડ્યું નહીં. તેનો શ્રેય અજિંક્ય રહાણે, ઋષભ પંત, ચેતેશ્વર પુજારા, રવિચંદ્રન અશ્વિન અને હનુમા વિહારીની સાથે સાથે સમગ્ર ટીમ ઇન્ડિયાને જાય છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link