IND VS ENG: મેચ બાદ સામે આવ્યો Joe Root નો ગુસ્સો, TV એમ્પાયરના નિર્ણય પર ઉઠાવ્યો સવાલ
ત્રીજી ટેસ્ટના (India vs England Test Match) પહેલા દિવસની રમત પૂર્ણ થયા બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ (Joe Root) અને હેડ કોચ ક્રિસ સિલ્વરવુડે મેચ રેફરી જવાગલ શ્રીનાથ (Javagal Srinath) સાથે વાત કરી. સિલ્વરવુડે વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સમાં રૂટ અને જવાગલ (શ્રીનાથ, મેચ રેફરી) મેચ બાદ વાત કરવા ગયા હતા.
બંનેના અનુસાર એમ્પાયરે ઉતાવળમાં આશ્ચર્યજનક નિર્ણય લીધા. ઇંગ્લેન્ડ ટીમના પ્રવક્તાએ જણાવ્યું કે, તેમણે મેચ રેફરીને કહ્યું કે ત્રીજા એમ્પાયરના નિર્ણયમાં એકરૂપતા હોવી જોઇએ. મેચ રેફરીએ કહ્યું કે, કેપ્ટન એમ્પાયરો યોગ્ય સવાલ પૂછી રહ્યા હતા.
ખરેખરમાં પહેલી ઘટના ટીમ ઇન્ડિયાની (Team India) બેટિંગ શરૂ થયા બાદ થઈ. ભારતની ઇનિંગની બીજી ઓવરમાં શુભમન ગિલના બેટને ટચ થઈને બોલ બેન સ્ટોક્સની પાસે ગઈ, જે બીજી સ્લિપ પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. સ્ટોક્સે બોલને પકડ્યો અને ત્યારબાદ આખી ટીમે અપીલ કરી. ત્યારબાદ એમ્પાયરે સોફ્ટ ડિસીઝન આઉટ આપ્યું અને થર્ડ એમ્પાયરથી ચેક કરાવ્યું.
જ્યારે થર્ડ એમ્પાયરે વીડિયો જોયો તો જાણવા મળ્યું કે, બોલ ગ્રાઉન્ડ પર અડ્યો હતો ત્યારબાદ સ્ટોક્સે તેને પકડ્યો હતો. થર્ડ એમ્પાયરે નોટ આઉટનો નિર્ણય સંભળાવ્યો. ત્યારબાદ જો રૂટ અને ઇંગ્લેન્ડની ટીમ ઘણી નિરાશ થઈ હતી.
મેચમાં બીજી ઘટના ત્યારે થઈ જ્યારે બેન ફોક્સે રોહિત શર્માની વિરૂધ સ્ટમ્પિંગની અપીલ કરી. ત્યારે થર્ડ એમ્પાયરે અન્ય કોઈ બીજો એન્ગલ જોયા વગર નિર્ણય સંભળાવ્યો જે ભારતીય ટીમની તરફેણમાં હતો ત્યારે મહેમાન ટીમ આ વાતથી નારાજ થઈ હતી.