IND vs ENG: ત્રીજી ટેસ્ટ દરમિયાન LED Lights એ આપ્યો દગો, મેચમાં પડી ખલેલ

Wed, 24 Feb 2021-11:54 pm,

હાલ સીરીઝની ત્રીજી મેચ ડે-નાઇટ ટેસ્ટ (Day-Night Test) ના રૂપમાં રમાઇ રહી છે. જ્યારે સાંજના સમયે ટીમ ઇન્ડીયાના બંને ઓપનર બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) અને શુભમન ગિલ (Shubman Gill) ક્રીજ પર હતા ત્યારે લગભગ એક મિનિટ સુધી ઘણી એલઇડી લાઇટ (LED Lights) બંધ થઇ ગઇ. તેના લીધે પહેલાં દિવસે બીજા સેશનમાં થોડા સમય માટે ખલેલ પડી. (ફોટો-IANS) 

ભારતની આ ઇનિંગની 12મી ઓવરમાં પણ એલઇડી લાઇટ્સ (LED Lights) ફરી એકવાર બંધ થઇ, પરંતુ અત્યારે થોડી જ સેકન્ડ માટે મેચમાં ખલેલ પડી હતી અને રમત ફરીથી શરૂ થઇ હતી. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ પરેશાની ફરી આવશે નહી. (ફોટો-IANS)

ભારતમાં પહેલીવાર કોઇ સ્ટેડિયમમાં એલઇડી લાઇટ (LED Lights) લગાવવામાં આવી. આ પહેલાં ભારતના તમામ સ્ટેડિયમોમાં ફલ્ડ (Flood lights) નો ઉપયોગ થઇ રહ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં પ્રકાશ છત પર છે જે સ્ટેન્ડને કવર કરે છે. આ ખેલાડીઓને પડછાયાથી બચાવવા માટે છે. લગભગ 800 કરોડ રૂપિયા ખર્ચે તૈયાર થયેલા સ્ટેડિયમમાં એલઇડી લાઇટ એક મહત્વપૂર્ણ હિસ્સો છે. (ફોટો-Twitter)

આમ તો મેચો દરમિયાન લાઇટ્સ બંધ થવી કોઇ નવી વાત નથી. આ પહેલાં કલકત્તા (Kolkata) ના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ (Eden Gardens) માં પણ ઘણીવાર લાઇટ બંધ થઇ ચૂકી છે. વર્ષ 2009માં ભારત અને શ્રીલંકા  (IND vs ENG) વચ્ચે થયેલી વનડે મેચ દરમિયાન પણ લગભગ 26 મિનિટ સુધી લાઇટ બંધ રહી હતી. (ફોટો-Twitter)

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે કે આ નવા સ્ટેડિયમમાં લાઇટ્સથી ફીલ્ડિંગમાં સમસ્યા આવી શકે છે. વિરાટ કોહલીએ ઇગ્લેંડ વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ પહેલાં ટોસના સમયે કહ્યું કે 'અહીં માહોલ ખૂબ રોમાંચક છે. હું સીટોના રંગથી વધુ લાઇટ્સને લઇને ચિંતિત છું. આવી લાઇટ્સમાં બોલ જોવો મુશ્કેલ હોય છે. આ પ્રકારના સ્ટેડિયમમાં અમે દુબઇ (Dubai) માં પણ રમી છે. તે મુજબ ઢળવું પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે દુબઇમાં ગત વર્ષે આઇપીએલ 2020 (IPL 2020)  દરમિયાન આ પ્રકારે લાઇટમાં ઘણા સરળ કેચ પણ ફીલ્ડર્સના હાથમાંથી છૂટ્યા હતા.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link