IND vs ENG: વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ કરી પ્રેક્ટિસ, જુઓ Photos

Sat, 20 Feb 2021-6:32 pm,

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 24 ફેબ્રુઆરીથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ડે-નાઇટ ટેસ્ટ મેચ શરૂ થશે. ભારતીય ટીમે આજે નવા સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી હતી. ટીમે કેચિંગ અને ફીલ્ડિંગ પ્રેક્ટિસ કરી હતી. 

ભારતીય ટીમના ખેલાડીઓ આજે નવા સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી, વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે, રોહિત શર્મા, રિષભ પંત, સહિતના ખેલાડીઓએ અહીં પ્રેક્ટિસ કરી હતી.   

અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં બે ટેસ્ટ મેચ રમાશે. ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ચાર ટેસ્ટ મેચોની સિરીઝની ત્રીજી મેચ 24 ફેબ્રુઆરીથી રમાશે. ત્યારબાદ 4થી 8 માર્ચ વચ્ચે ચોથી ટેસ્ટ રમાવાની છે.   

ભારતીય ટીમે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે એક જીત દૂર છે. ત્યારે ઈંગ્લેન્ડ સામે આગામી બન્ને ટેસ્ટ મેચ ખુબ મહત્વપૂર્ણ બની રહેશે. 

ભારતીય ટીમ આગામી બન્ને ટેસ્ટ માટે તૈયાર છે. ચેન્નઈમાં બીજી ટેસ્ટમાં જીત મેળવ્યા બાદ ટીમનો આત્મવિશ્વાસ આસમાને છે. હવે વિરાટ સેના ઈંગ્લેન્ડને માત આપવા માટે તૈયાર છે. 

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આજે મોટેરામાં બેટિંગ પ્રેક્ટિસ પણ કરી હતી.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link