IND VS ENG: 2 દિવસમાં ટેસ્ટ મેચ પૂર્ણ થઈ જતા Twitter પર આવ્યું Memesનું પૂર

Sat, 27 Feb 2021-10:36 am,

અમદાવાદમાં રમાઈ ગયેલી ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 10 વિકેટથી હરાવીને ટેસ્ટ સિરિઝ 2-1થી જીતી લીધી છે. ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ બે દિવસમાં જ જીતી લીધી.

વિરાટ કોહલીએ ના માત્ર ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામે જીત અપાવી પરંતુ કેપ્ટન તરીકેનો નવો રેકોર્ડ પણ બનાવી દીધો છે. વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે ભારતીયની જમીન પર રમાનીરી સૈથી વધારે ટેસ્ટ જીતી લીધી છે.

આ મેચમાં અક્ષર પટેલે કુલ 11 વિકેટ લીધી જે આ મેચનો સૈથી મોટો ટર્નીગ પોઈન્ટ સાબિત થયો. તો આ તરફ અશ્વિને  પણ શાનદાર બોલીંગ કરી 7 વિકેટ લીધી.

આ પહેલા જૂન 2018માં અફગાનિસ્તાન સામે ભારતે ટેસ્ટ મેચના બીજા જ દિવસે પોતાની પહેલી ટેસ્ટ મેચ જીતી હતી.આ મેચ બેંગલુરૂમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી.

ભારતે જીત માટે એક પણ વિકેટ આપ્યા વગર 49 રન બનાવવાના હતા જે 7.4 ઓવરમાં બનાવી લીધા. રોહિત શર્માએ 25 બોલમાં ત્રોણ ચોકા અને એક છક્કા માર્યા. શુભમન ગિલે 21 બોલમાં એક ચોકો અને એક છક્કો મારી 15 રન બનાવ્યા હતા.

ટીમ ઈન્ડિયાના સ્પિનર અક્ષર પટેલ અમદાવાદમાં રમી ગયા.ડે-નાઈટ ટેસ્ટમાં ઈગ્લેન્ડના બેટ્સમેનો પર ભારે પડ્યા સ્પિનર અક્ષર પટેલ. મેચમાં કુલ 11 વિકેટ પોતાના નામે કરી. આ મેચની પહેલી ઈનિંગમાં અક્ષર પટેલે 6 વિકેટ જ્યારે બીજી ઈનિંગમાં 5 વિકેટ ઝડપી.

ઈંગ્લેન્ડના સામેની અમદાવાદમાં રમાયેલી ડે નાઈટ ટેસ્ટ મેચમાં ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને કુલ 7 વિકેટ પોતાના નામે કરી. ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો. રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૈથી ઝડપી 400 વિકેટ લેવાવાળા દુનિયાના બીજા નંબરના બોલર બની ગયા છે. રવિચંદ્રન અશ્વિને 77 ટેસ્ટ મેચમાં આ મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

રોહિત શર્માએ પહેલી ઈનિંગમાં 66 રન બનાવ્યા હતા. જે ટીમ ઈન્ડિયા માટે ખૂબ ફાયદાકારક સાબીત થયા. રોહિત શર્મા આટલા રનના બનાવતા તો ભારતને 33 રનોનો ફાયદો થાત નહીં. રોહિત શર્માની બેટીંગના કારણે જ બન્ને ટીમોના રનમાં તફાવત રહ્યો.

આખી મેચ દરમિયાન કુલ 30 વિકેટ ગઈ જેમાંથી 28 વિકેટ સ્પિનરોના ખાતામાં ગઈ. ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગમાં ભારત તરફથી ઈશાંત શર્મા અને જસપ્રીત બુમરાહે મળીને કુલ 11 ઓવર નાખી. એવામાં  ઝડપી બોલીંગ કરનારા બોલરોને લઈને સોશિયલ મીડિયામાં ખૂબ મીમ્સ બન્યા. 

ઈંગ્લેન્ડની ટીમ બન્ને ઈનિંગમાં 112 અને 81 રનમાં આઉટ થઈ ગઈ. ભારતે 10 વિકેટથી મેચ જીતી. ટીમ ઈન્ડિયાની આ જીત પછી પીચ પર સવાલ ઉઠવા લાગ્યા તો બીજી  તરફ પૂર્વ ખિલાડીઓએ પીચની ટીકા કરી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link