PHOTOS: ભારતના ડોઝિયરમાં છે જૈશ-એ-મોહમ્મદ વિરૂદ્ધના તમામ પુરાવા

Tue, 26 Feb 2019-10:56 pm,

ભારત સરકારે પાકિસ્તાનને તમામ મુદ્દા પર ધેરવાની તૈયારી કરી લીધી છે. માટે જ ભારતે જૈશ-એ-મહોમ્મદના આતંકીઓ પર હુમલો કર્યા પહેલા તેમની સાથે જોડાયેલી તમામ માહિતી એકઠી કરી લીધી હતી. ભારત આ ડિઝિયરને પાકિસ્તાન વિરૂદ્ધ સબૂત તરીકે રજૂ કરવા જઇ રહ્યું છે. 

જૈશ-એ-મોહમ્મદને લઇને તૈયાર કરવામાં આવેલા ડોઝિયરમાં બાલાકોટામાં તલાવામાં આવી રહેલા આતંકી કૈપના અંદરની તસવીરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ તસવીરોમાં સ્પષ્ટ પણે દેખાઇ રહ્યું છે. કે જૈશ તેના ટ્રેનિંગ કૈપમાં આતંકીઓને તૈયાર કરવામાં આવી રહ્યા છે.

ટ્રેનિંગ કૈપમાં તૈયાર કરવામાં આવતા આતંકીઓમાં બીજા દેશ પ્રત્યે રોશની ભાવના પેદા કરવા માટે કૈપમાં બનેલી સીડીઓ પર અમેરિકા, યુકે, ઇઝરાયલ જેવા દેશોના ઝંડા લગાવમાં આવ્યા છે. ભારતે ડોઝિયરમાં આ તસવીરોનો પણ સમાવેશ થાય છે. 

આ તમામ ટ્રેનિંગ કૈપમાં પ્રમુખ મસૂદ અઝહરના બનેવી મૌલાના યુસુફ અઝહર હતા. ભારતનો દાવો છે, કે વાયુસેના દ્વારા કરવામાં આવેલા હુમલામાં મંગળવારે મોત થયું હતું. સાથે જ એક એસયુવી ગાડી પણ દેખાઇ હતી જેનો તે ઉપયોગ કરતો હતો.

ભારત દ્વારા તૈયાર કરવામાં આવેલા ડોઝિયરમાં બતાવેલા તસવીરોમાં સ્પષ્ટ પણે દેખાય રહ્યું છે, કે જૈશ દ્વારા કેવી રીતે આતંકીઓ માટે વિશેષ કોર્ષ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ તમામ કોર્ષ ઝિહાદિઓને તૈયાર કરવા માટે બનાવમાં આવ્યા હતા.   

ભારત સરકારના બાલાકોટામાં ચાલી રહેલા જૈશ-એ-મોહમ્મદના ટ્રેનિંગ કૈંપ સાથે જોડાયેલી તમામ જાણકારીનો ડોઝિયરમાં સમાવેશ થાય છે. ડોઝિયરમાં ટ્રેનિંગ કૈપમાં ટાઇમ ટેબલ પણ લગાવામાં આવ્યું હતું. જેમાં સવારના નાસ્તાથી લઇને રાત્રે સુવા સુધીની જાણકારી આપવામાં આવી છે. 

ભારત દ્વારા તૈયાર કરવામાં આવેલા ડોઝિયરમાં એ લોકોના નામનો પણ સમાવેશ થાય છે જેમણે જૈશની ટ્રેનિંગ કૈંપમાં ટ્રેનિંગ લઇ ચૂક્યા છે. ભારતે તેના ડોઝિયરમાં આ આતંકીઓના નામની સાથે તેમના ઘરનું એડ્રેસ પણ બતાવામાં આવ્યું છે. 

મહત્વનું છે, કે ભારતે પુલવામાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે આતંકવાદીઓ પર હુમલો કરીને તેમની કમર તોડી દીધી છે. ભારતીય વાયુસેનાએ પીઓકેના બાલાકોટમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકી કૈંપ પર મંગળવારે  વહેલી પરોઢે 3.30 કલાકે હવાઇ હુમલો કર્યો અને આતંકીઓના તમામ કૈંમ્પનો ઉડાવી દીધા હતા. સરકારી સુત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર વાયુસેનાની આ કાર્યવાહીમાં 300 જેટલા આતંકવાદીઓના મોત થયા છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link