PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બૂલેટ ટ્રેનના પ્રથમ લૂકની તસવીરો જાપાને કરી જાહેર

Sat, 19 Dec 2020-10:36 am,

508 કિમી લાંબા અમદાવાદ-મુંબઈ રૂટ પર દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવાનું સ્વપ્ન પીએમ મોદીએ જોયું હતું. કામકાજમાં બધું જ બરાબર રહ્યું તો વર્ષ 2023 માં સ્વપ્ન સાકાર થઈ જશે અને અમદાવાદ-મુંબઈ વચ્ચે પહેલી બુલેટ ટ્રેન દોડશે. 

આ પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન સીધી અને આડકતરી રીતે 90 હજારથી વધુ રોજગાર ઉપલબ્ધ થયાનો દાવો કરવામાં આવ્યો છે. કુલ 1.08 લાખ કરોડના પ્રસ્તાવિત ખર્ચમાં આ પ્રોજેકટ પૂર્ણ થશે. 

હાલમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે રેલમાર્ગે 7 થી 12 કલાક જેટલો સમય લાગે છે, જે બુલેટ ટ્રેનથી ઘટીને 2.5 કલાક થઈ જશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે જ્યારથી આ પ્રોજેકટની જાહેરાત થઈ ત્યારથી જ અનેક વિવાદ અને અવરોધ સામે આવ્યા છે. પણ આ તમામ અવરોધો પાર કરીને ડિસેમ્બર 2023માં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો આશાવાદ જાપાને વ્યક્ત કર્યો છે. 

તાજેતરમાં જ આ પ્રોજેક્ટ માટેના જમીન સંપાદન વિવાદનો ભાજપ પ્રમુખ સીઆર પાટીલના મધ્યસ્થી બાદ અંત આવ્યો છે. ત્યારે હવે મહારાષ્ટ્ર સરકારના રાજકીય વિરોધની આ પ્રોજેક્ટ પર અસર નહિ પડે તો આ સ્વપ્ન 2023માં સાકાર થતું ચોક્કસ જોવા મળશે. જેનો સીધો લાભ અમદાવાદ અને ગુજરાતના લોકોને મળશે.

ભારતીય રેલવેને 508 કિલોમીટર લાંબી અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલવે કોરિડોર માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં તમામ અપેક્ષિત વન્યજીત, વાનિકી અને તટીય વ્યવહારની મંજૂરી મળી ગઈ છે. મહત્વકાંક્ષી પ્રોજેક્ટના પૂરા કરવાની પ્રારંભિત સમયમર્યાદા 2023 છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link