TOKYO OLYMPICS: ભારતને આ ખેલાડીઓ અપાવી શકે છે ગોલ્ડ મેડલ, જોઈ લો તમને કોના પર છે આશા?
મનુ ભાકર અને સૌરભ ચૌધરીની જોડી પાસેથી ખૂબ જ વધુ ગોલ્ડ મેડલની આશા છે. કારણે છેલ્લી 6 ઈવેન્ટમાંથી 5 ઈવેન્ટમાં આ બંનેની જોડી ગોલ્ડ પર જ ટાર્ગેટ કર્યો છે. માત્ર એક જ ઈવેન્ટમાં તેમને સિલ્વર મેડલ મળ્યો હતો.
2004ના એથન્સ ઓલ્મિપિકમાં અંજુ બોબી જોર્જના બાદ પ્રથમવાર એવું બનશે કે કોઈ ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટમાં ભારતની ગોલ્ડની આશા જાગી હોય. જેવેલિન થ્રોવમાં ભારત આ વખતે નિરજ ચોપડા પાસેથી ગોલ્ડ મેડલની આશા રાખી રહ્યું છે.
જો બજરંગ પુનિયા પુરુષ રેસલિંગમાં ભારતનો હુક્કમનો એક્કો છે. તો વિનેશ ફોગાટ મહિલા રેસલિંગમાં ભારતનો એક્કો છે. તે 53 કિલોગ્રામ વર્ગમાં ભાગ લેવા જઈ રહી છે અને તે હોટ ફેવરિટ રેસલર છે. વિનેશે છેલ્લી 10 ટૂર્નામેન્ટોમાં દરેકમાં મેડલ મેળવ્યો છે. ત્યારે, ઓલ્મિપિકમાં દેશની નજર વિનેશ પર છે.
બજરંગ પુનિયા રેસલિંગમાં હાલનો એશિયન ચેમ્પિયન છે અને ત્રણ વખતનો વર્લ્ડ ચેમ્પિશીપનો મેડલિસ્ટ છે. 2019થી પુનિયાએ જે પણ કોઈ આંતરરાષ્ટ્રીય ઈવેન્ટમાં ભાગ લીધો છે. તેમાં તે સફળ થઈને મેડલ લઈને જ આવ્યો છે. ત્યારે, ઓલ્મિપિકમાં પણ તે ગોલ્ડ મેડલ લઈને આવશે તેવી લોકોને પુનિયા પાસેથી આશા છે.
મિરાબાઈ ચાનુ વેઈટલિફ્ટિંગમાં ભારતની એકમાત્ર એન્ટ્રી છે. તે 49 કિલોગ્રામની કેટેગરીમાં ભાગ લેશે અને ભારતને ગોલ્ડ અપાવશે તેવી આશા છે. કારણ કે ચીનના પોતાના 2 હાઈએસ્ટ વર્લ્ડ રેન્કર્સમાંથી માત્ર એક જ લિફ્ટરની મોકલી શકશે. જ્યારે, નોર્થ કોરિયાએ પોતાનું નામ ઓલ્મિપિકમાંથી પાછું ખેંચી લીધું છે. જેના સીધો ફાયદો મિરાબાઈ અને ભારતને મળી શકે છે. જ્યારે, ભારતીય વેઈટલિફ્ટિર ચાનુએ થોડા સમય અગાઉ જ ક્લિન એન્ડ જર્ક સેગમેન્ટમાં 119 કિલોગ્રામનો ટાશકંટ એશિયન ચેમ્પિયનશીપમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
પી વી સિન્ધુનું નામ ઘણા લોકો માટે ચોંકાવનારું હશે. પરંતું, પી વી સિન્ધુનો ઈતિહાસ છે કે જ્યારે, પણ તે કોઈ મેજર ટૂર્નામેન્ટમાં હારે છે. ત્યાર પછીની ટૂર્નામેન્ટમાં તે જીતી મેળવે જ છે. ત્યારે, 2021ની અંતિમ ટૂર્નામેન્ટમાં તેણે હારનો સ્વાદ ચાખ્યો છે. તો ઓલ્મિપિકમાં તે ભારતને ગોલ્ડ અપાવી શકે છે.
ભારતીય પુરુષ હૉકી ટીમ હાલ FIH રેન્કિંગમાં નંબર 4 પર છે. પરંતુ, મનપ્રિત સિંહની આગેવાનીમાં ભારતીય હૉકી ટીમે ભલ ભલી સારી ટીમને માત આપી છે. ત્યારે, કોચ ગ્રાહમ રેડના આવ્યા બાદ ભારતીય હૉકી ટીમ 37માંથી માત્ર 5 મેચોમાં પરાજીત થઈ છે. અને 27 મેચોમાં જીતી છે. જ્યારે, 5 મેચ ડ્રોમાં પરિણામી છે. યુવા અને અનુભવી ખેલાડીઓની આ મિશ્રીત ટીમ ભારતને ગોલ્ડ મેડલ જીતાવા શકે છે.
25 વર્ષિય અમિત 48 કિલોગ્રામ વર્ગમાં શરૂઆત કરી હતી. ત્યારબાદ, AIBAએ 48 કિલોગ્રામ કેટેગરીને બંધ કરી હતી અને ત્યાર પછી અમિત 52 કિલોગ્રામ ફ્લાઈવેઈટ કેટેગરીમાં ભાગ લેવા લાગ્યો. અમિત પંઘાલ 2019માં વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઈનલમાં હારી ગયો હતો અને સિલ્વર મેડલ મેળવ્યો હતો. જે વાતનું દુખ તેને આજ સુધી છે. અને આ વખતે જ્યારે, અમિત પંઘાલ 52 KG FLYWEIGHT કેટેગરી માટે બોક્સિંગ રિંગમાં ઉતરશે ત્યારે તે વર્લ્ડ નંબર 1 હશે.
તીરંદાજીને જેમ શૂટિંગ ટીમ પાસેથી પણ ભારતના લોકો ગોલ્ડની આશા રાખી રહ્યા છે. જેમાં, સૌધી વધારે આશા 10 મીટર મિક્સડ ટીમમાં ભાગ લેનાર ઈલાવેનિલ વલારીવન અને દિવ્યાંશ સિંહ પંવારની જોડી પાસેથી છે. કારણે કે ઈલાવેનિલ વલારીવન વર્લ્ડ નંબર 1 છે અને દિવ્યાંશ સિંહ પંવાર વર્લ્ડ નંબર 2 છે.
ભારતના તીરંદાજો RIO અને LONDON ઓલ્મિપિકમાં પણ ચર્ચામાં રહ્યા હતા. ત્યારે, ભારત આ વખતે પણ તીરંદાજો પાસેથી ગોલ્ડ મેડલની આશા રાખી રહ્યા છે. જેમાં ભારતીય મહિલા તીરંદાજ દિપીકા કુમારી પર સૌ કોઈની નજર છે. કેમ કે દિપીકા તીરંદાજીમાં હાલ વર્લ્ડ નંબર 1 છે.