દેશભક્તિના રંગમાં તરબોળ જોવા મળી ગણતંત્ર દિવસની પરેડ, સેનાએ દેખાડી શક્તિ

Sat, 26 Jan 2019-2:19 pm,

પીએમ મોદી આ વર્ષે પણ પારંપરિક પોશાકમાં જોવા મળ્યા હતા. તેમણે રાજપથ પહોંચી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને મુખ્ય અતિથિનું સ્વાગત કર્યું હતું.

પરેડ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજપથ પર પગપાળા ચાલી ત્યાં હાજર લોકોનું અભિવાદન સ્વિકાર્યું હતું. તે દરમિયાન લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો.

ગૃહ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સહિત મોદી સરકારના મોટાભાગના મંત્રીઓ, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને એચડી દેવગૌડા, વરિષ્ઠ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ પણ સમારોહમાં સામેલ થયા હતા.

ગણતંત્ર દિવસ સમારોહમાં ભારતીય સેનાના ત્રણ અંગોનું શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં દુશ્મનોના ભયભીત કરનાર હથિયારો દુનિયાની સામે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. સેનાની જુદી-જૂદી ટુકડીઓએ તેમની શક્તિનું પ્રદર્શન કર્યું હતું. પરેડની શરૂઆતમાં T-90 (ભીષ્મ) ટેંકની ઝાંખીએ સૌ કોઇનું ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.

રાજપથ પર વાયુસેનાએ તેમના શક્તિશાળી ધ્રુવ અને રૂદ્ર હેલીકોપ્ટરનું પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ આકાશ મિસાઇલને પણ દુનિયાની સામે પ્રદર્શિત કરવામાં આવી હતી. સાથે જ કે-9 વજ્ર-ટી સ્લચાલિત હોવીટર્સ તોરને પણ પરેડમાં ઉતરાવામાં આવી હતી. તેની ઝાંખીનું નેતૃત્વ કેપ્તન દેવાંશ ભૂટાનીએ કહ્યું હતું.

ગણતંત્ર દિવસ પરેડમાં સુબેદાર મેજર રમેશ એના નેતૃત્વમાં 9 મોટરસાઇકલ પર 33 સૈનિક સવાર થઇને હાથમાં ધ્વજ પકડી રાજપથ પરથી પસાર થયા હતા. વાયુસેના તરફથી સુખોઇ અને મિગ લડાકુ વિમાનનું પણ આકાશમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

પરેડમાં બોર્ડર સુરક્ષા દળ (બીએસએફ)ની તરફથી ઊંટ પર બેસેલા તેમના બેન્ડનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ‘અમે છીએ સુરક્ષા દળ’ની ધૂન વગાડી હતી. રાજ્યોની ઝાંખી પંજાબની તરફથી જલિયાવાલા બાગ નરસંહારને પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.

ગણતંત્ર દિવસ સમારોહની શરૂઆતમાં જ્યારે રાજપથ પર 21 તોપની સલામીની સાથે રાષ્ટ્રગીત શરૂ થયું ત્યારે દેશભક્તિનો જમાવડો જોવા મળ્યો હતો. 2281 ફીલ્ડ રેજીમેન્ટની 7 કેનનને સંકલન તરીકેથી તોપની સલામી આપવામાં આવી હતી. તેની શરૂઆત રાષ્ટ્રગીત સાથે થઇ અને સમાપ્ત પણ રાષ્ટ્રગીતની અંતિમ પંકિતની સાથે કરવામાં આવી હતી.

21 તોપની સલામીનો સમયગાળો રાષ્ટ્રગીતના સમયગાળા બરાબર હતો. કુલ 52 સેકન્ડમાં 21 તોપની સલામી આપવામાં આવી હતી. ગણતંત્ર દિવસના ઉપરાંત તોપનો ઉપયોગ 15 ઓગ્સટે સ્વતંત્રતા દિવસ પર, 15 જાન્યુઆરી સેના દિવસ પર, 30 જાન્યુઆરીએ શહીદ દિવસ પર અને રાષ્ટ્રપતિ ભવનમાં બે દેશોના પ્રમુખોનું સવાગત માટે કરવામાં આવે છે.

ગણતંત્ર દિવસ પર જુદા-જુદા રાજ્યોની ઝાંખીઓની સાથે સાંસ્કૃતિક, ઐતિહાસિક અને વિકાસ પર આધારિત કેન્દ્ર સરકારના વિભાગોની ઝાંખીઓ પરેડનો ભાગ બની હતી. સાંસ્કૃતિક વિષય પર આધારિત કેટલીક ઝાંખીઓમાં લોક નૃત્ય પણ થયું હતું. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા 26 બાળકો પણ ખુલ્લી જીપમાં ઝાંખીનો ભાગ બન્યા હતા. તેમાં 6 વિદ્યાર્થીનીઓ અને 20 વિદ્યાર્થીઓ સામેલ હતા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link