દેશનો બીજો Glass Bridge બિહારમાં બનીને થયો તૈયાર, જુઓ સુંદર તસવીરો

Sun, 20 Dec 2020-8:36 pm,

સીએમ નીતીશ કુમાર શનિવારે આ નેચર સફારીની મુલાકાત લેવા પહોંચ્યા તો ગ્લાસ બ્રિજ પર આવીને રોમાંચિત થઇ ઉઠ્યા. 

તેમણે કહ્યું કે તે આ વિસ્તારમાં ટૂરિસ્ટની દરેક સુવિધાનું ધ્યાન રાખવામાં આવશે. સાથે જ નેચર સફારી વિસ્તારમાં સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. 

આ અવસર પર સીએમ નીતીશ કુમારે કહ્યું કે અમે રાજગીરમાં નેચર સફારી સાથે સાથે ઝૂ સફારી બનાવવાની વાત કહી હતી અને તેનું સારી રીતે નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 

ઓફિસરોએ જણાવ્યું કે માર્ચ 2021 સુધી ગ્લાસ ફ્લોર બ્રિજનું કામ પુરૂ થઇ જશે. તેમણે કહ્યું કે અહીં આવનાર ટૂરિસ્ટની સિક્યોરિટીને ધ્યાનમાં રાખતાં પોલીસની સ્થાયી તૈનાતી કરવામાં આવશે. પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ માટે જળ-જીવન-હરિયાળીની ચળવળ ચલાવવામાં આવશે.

તમને જણાવી દઇએ કે  નેચર સફારીમાં ચીનના હાંગઝોઉ રાજ્યની તર્જ પર બનાવવામાં આવેલો ગ્લાસ બ્રિજ તૈયાર થઇ ચૂક્યો છે પરંતુ નેચર સફારીને પુરી થવામાં હજુ સમય લાગશે. 

નાલંદા જિલ્લામાં સ્થિત રાજગીર એક ઇન્ટરનેશનલ ટૂરિસ્ટ પ્લેસ છે અને ઐતિહાસિક ધરોહરની સાથે હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મ સાથે જોડાયેલા ઇમારત, સ્મારક અને મંદિર છે. પહાડી વિસ્તારોમાં હોવાથી આ વધુ મનમોહક બની જાય છે. 

નેચર સફારીમાં 70થી વધુ ઔષધીય છોડ લગાવવામાં આવ્યા છે અને તેનો ઉપયોગ પણ અહીં આવનાર લોકો કરી કશે. સાથે જ આ સફારીમાં રોકાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીં રહેનાર ટૂરિસ્ટ પણ આ ઔષધિય છોડનો ઉપયોગ કરી શકશો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link