આ છે ભારતની 10 સૌથી સુંદર IAS-IPS મહિલા ઓફિસર: તેમની સામે બોલિવુડ હિરોઈનો ફેલ!
IAS સ્મિતા સભરવાલ ભારતની સૌતી ઓછી ઉંમરની પહેલી મહિલાe IAS ઓફિસર છે. તેમણે યૂપીએસસી પરીક્ષામાં ઓલ ઈન્ડિયા ચોથો રેન્ક હાંસલ કર્યો હતો.
સર્જના યાદવ વર્ષ 2019માં સિવિલ સેવા પરીક્ષામાં ઓલ ઈન્ડિયા 126મો રેન્ક મેળવીને IAS અધિકારી બની હતી. તેમણે નોકરી કરતા સેલ્ફ સ્ટડીના દમે પોતાના ત્રીજા પ્રયાસમાં યૂપીએસસીની પરીક્ષામાં સફળતા હાંસિલ કરી હતી.
પરી બિશ્રોઈ, જે રાજસ્થાનના બીકાનેરથી છે. તે પોતાના સમાજની પહેલી મહિલા આઈએએસ ઓફિસર છે. તેમણે વર્ષ 20219માં યૂપીએસસી પરીક્ષા ક્રેક કરી અને માત્ર 24 વર્ષની ઉંમરમાં આઈએએસ બનીને એક મિસાલ કાયમ કરી છે. તેમણે પોતાના ત્રીજા પ્રયાસમાં ઓલ ઈન્ડિયા 30મો રેન્ક હાંસલ કર્યો હતો.
આઈપીએસ ઓફિસર નવજોત સિમી એક અદ્દભુત કહાનીનો ભાગ છે. તે માત્ર જોવામાં જ સુંદર લાગતી નથી, પરંતુ તેની સખત મહેનાત અને સંઘર્ષ પણ કમાલનો છે. તેમણે ડોક્ટરી છોડી યૂપીએસસીનો અભ્યાસ કર્યો હતો અને પરીક્ષામાં ઓલ ઈન્ડિયા 735મો રેન્ક હાંસિલ કરી આઈપીએસ ઓફિસર બની ગઈ હતી.
આઈપીએસ અંશિકા વર્મા ઉત્તર પ્રદેશની રહેવાસી છે અને યૂપી કેડરની સૌથી ખુબસુરત આઈપીએસ ઓફિસર પણ છે. તેમણે કોચિંગ વગર જ પોતાના બીજા પ્રયાસમાં દેશની સૌથી કઠિનન યૂપીએસસી સિવિલ સેવા પરીક્ષા પાસ કરી લીધી હતી. તેમણે દેશભરમાં 136મો રેન્ક હાંસિલ કરીને આઈપીએસનું પદ મેળવ્યું હતું.
આઈએએસ પ્રિયંકા ગોયલની કહાની પણ ખુબ જ પ્રેરણાદાયક છે. તેમણે યૂપીએસસી સિવિલ સેવા પરીક્ષામાં પાંચ વખત અસફળતાનો સામનો કર્યો, પરંતુ હાર માની નહોતી અને પોતાના છઠ્ઠા અને છેલ્લા પ્રયાસમાં યૂપીએસસી સિવિલ સેવા પરીક્ષા 2022ને પાસ કરીને પોતાનું સપનું પૂર્ણ કર્યું.
આઈએએસ સૃષ્ટિ ડબાસ વિશે જણાવીશું, જેમણે ફૂલ ટાઈમ જોબની સાથે યૂપીએસસી સિવિલ સેવા પરીક્ષાની તૈયારી અને ઓલ ઈન્ડિયા રેન્ક 6 મેળવીને આઈએએસનું પદ હાંસિલ કર્યું.
આઈએએસ રિયા ડાબી કલેક્ટર ટીના ડાબીની જ નાની બહેન છે. રિયા ડાબીએ યૂપીએસસી સિવિલ સેવા પરીક્ષામાં ઓલ ઈન્ડિયામાં 15મો રેન્ક હાંસિલ કર્યો હતો. ત્યારરબાદ તેમણે રાજસ્થાન કેડર મળ્યું હતું. તેમણે આઈપીએસ ઓફિસર મનીષ કુમારની સાથે લગ્ન કર્યા છે.
યૂપીએસસી પરીક્ષા પાસ કરીને આઈપીએસ બનેલી આશના ચૌધરી બ્યૂટી વિધ બ્રેનની એક મિસાલ છે. તે પોતાના લુક્સથી ઘણી બોલીવુડ અભિનેત્રીઓને માત આપે છે. તેમણે પોતાના ત્રીજા પ્રયાસમાં યૂપીએસસી પરીક્ષા 2022માં 116મો રેન્ક હાંસલ કર્યો હતો.
આઈએએસ મુદ્રા ગૈરોલાએ યૂપીએસસી ક્લિયર કરીને પોતાના પિતાના 50 વર્ષ જૂના સપનાને પૂર્ણ કર્યું ચે. તેમના પિતા ખુદ સિવિલ સેવામાં આવવા માંગતા હતા, પરંતુ એવું થઈ શક્યું નહીં. જોકે, વર્ષ 2022માં 53મો રેન્કની સાથે યૂપીએસસી ક્લિયર કરી મુદ્રાએ પિતાને તે ખુશી આપી, જે તે વર્ષો પહેલા ઈચ્છતા હતા.