ભારતના 5 બેસ્ટ ચાવાળા, જેણે ચાની દુકાન ખોલીને કર્યો લાખો-કરોડોનો બિઝનેસ

Wed, 31 Aug 2022-9:41 pm,

જો તમે જીવનમાં કંઈક અલગ કરવાનું વિચારી લો તો કંઈ અસંભવ નથી. પ્રફુલ્લ બિલોર એમબીએ કરવા ઈચ્છતો હતો અને એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરવા ઈચ્છતો હતો. બિલોર પરંતુ ચા વેચવાના કારોબારમાં છે અને તેની કંપનીને એમબીએ ચાય વાલા કહેવામાં આવે છે. તેણે 2017માં તેની શરૂઆત કરી હતી અને નાણાકીય વર્ષ 2019-20 માં 3 કરોડ રૂપિયાનો કારોબાર કરી હતી. પ્રફુલ્લ જે હવે અમદાવાદમાં રહે છે અને દેશભરમાં એમબીએ ચાયવાલાના નામથી જાણીતો છે. બિઝનેસ ઇનસાઇડરના રિપોર્ટ અનુસાર તેણે ભોપાલ, શ્રીનગર, સુરત અને દિલ્હી સહિત 100થી વધુ શહેરોમાં પોતાના કારોબારનો વિસ્તાર કર્યો છે. તે ચાના બિઝનેસ દ્વારા ઘણા લોકોને રોજગારી પણ આપે છે. 

અમૂલેક સિંહ બિજરાલ દ્વારા 2010માં સ્થાપિત ચાય પોઈન્ટ માઉન્ટેન ટ્રેલ ફૂડ પ્રાઇવેટ લિમિટેડનો ભાગ છે. ભારતમાં પ્રથમ ચા સ્ટાર્ટઅપ છે, જે દરરોજ 3,00,000થી વધુ કપ વેચવાનો દાવો કરે છે. અહીં પ્રોફેશનલ ગરમ ચા આપે છે. કંપનીના દેશભરમાં 100થી વધુ આઉટલેટ છે. અમૂલેક સિંહ બિજરાલે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એમબીએનો અભ્યાસ કર્યો છે. અમૂલેકનો કારોબાર નાણાકીય વર્ષ 2018માં 88 કરોડ રૂપિયાથી વધીને 2020માં 190 કરોડ રૂપિયા થઈ ગયો હતો. 

ચાયોસ સવારના સમયે એક સ્વસ્થ નાસ્તાની સાથે એકદમ ગરમાગરમ ચા આપે છે. બે આઈઆઈટીયન નિતિન સલૂજા અને રાઘવ શર્મા દ્વારા સ્થાપિત ચાયોસની શરૂઆત 2012માં કરવામાં આવી હતી. કંપનીએ સાઇબર સિટી ગુડગાંવમાં પોતાનું પ્રથમ આઉટલેટ શરૂ કર્યું. હવે બંને 6 શહેરોમાં 190 સ્ટોર ચલાવી રહ્યાં છે અને 2022ના અંત સુધી વધુ 100 સ્ટોર શરૂ કરવાની યોજના બનાવી રહ્યાં છે. તે મેહમાનોને 80,000+ થી વધુ કસ્ટમાઇઝેશન્સ ઓપ્શનમાં તે ફ્રેશ ચાય આપે છે. નાણાકીય વર્ષ 2020માં ચાયોસનું ટર્નઓવર લગભગ 1000 કરોડ રૂપિયા હતું. 

અનુભવ દુબેએ પહેલા સીએ અને બાદમાં યુપીએસસીમાં હાથ અજમાવ્યો પરંતુ સફળતા ન મળી. પછી તેણે એક સ્ટાર્ટઅપ શરૂ કરવાનો નિર્ણય કર્યો. 2016માં દુબેએ પોતાના મિત્રો આનંદ નાયક અને રાહુલ પાટીદારની સાથે ઇન્દોરમાં ગર્લ્સ હોસ્ટેલની બહાર એક ચાર કેફે સિરીઝ ચાય સુટ્ટા બાર ખોલ્યું. તેણે કુલ્હડમાં ચા આપવાની શરૂ કરી. ત્યારબાદ ધીમે ધીમે આદુવાળી ચા, ચોકલેટ ચા, મસાલા ચા, એલચી ચા, તુલસી ચા, કેસર ચા વગેરે શરૂ કરી. ત્યારબાદ તેનો બિઝનેસ આગળ વધ્યો ત્યાર પછી અન્ય શહેરોમાં ચા-કેફે સિરીઝ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. 

પંકજ જજ દ્વારા 2014માં સ્થાપિત ચાર ઠેલા દેશભરમાં 35 આઉટલેટ્સની સાથે નવ રાજ્યોમાં પોતાના ગ્રાહકો માટે સ્નેક્સની સાથે સ્વસ્થ અને ઘર જેવી ચા આપે છે. પોતાના પ્રથમ ઉદ્યમમાં નિષ્ફળ ગયા બાદ પંકજ જજે પોતાનું બીજુ સ્ટાર્ટઅપ ચાય ઠેલાની સ્થાપના ત્રણ મિત્રો- તરનજીત સપરા, પીયુષ ભારદ્વાજ અને બિશ્નીત સિંહથી પ્રાપ્ત સીડ ફંડ્સની સાથે કરી. 2016માં નોઇડા બેસ્ટ એક ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ ચેને પ્રી-સિરીઝ-એ રાઉન્ડમાં માઇક્રો-વેન્ચર કેપિટલ ફર્મ ક્વારિઝોન પાસેથી 1.5 કરોડ રૂપિયા ભેગા કર્યાં. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link