India vs Australia: મેલબોર્ન ટેસ્ટમાં બની શકે છે આ રેકોર્ડ

Tue, 25 Dec 2018-2:26 pm,

ભારત વિરુદ્ધ ઘરેલૂ સિરીઝમાં કોઈપણ સ્પિનર દ્વારા સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો રેકોર્ડ નાથન લાયનની પાસે છે. લાયને 2014ના પ્રવાસ પર 23 વિકેટ ઝડપી હતી. હાલની સિરીઝમાં તે 16 વિકેટ ઝડપી ચુક્યો છે અને તેની પાસે આ રેકોર્ડ તોડવાની શાનદાર તક છે. 

વિરાટ કોહલીએ વર્ષ 2018મા પાંચ ટેસ્ટ સદી ફટકારી છે. તેણે 2017મા પણ આ કારનામું કર્યું હતું. હવે તે મેલબોર્નમાં પણ સદી ફટકારી દે તો એક વર્ષમાં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારવાના મામલામાં બીજા સ્થાને પહોંચી જશે. ભારત તરફથી 8 બેટ્સમેનોએ વર્ષમાં 5 સદી ફટકારી છે. સચિન તેંડુલકરે 2010મા સાત સદી ફટકારી હતી.   

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટ ઝડપવાથી ચાર ડગલા દૂર છે. સ્ટાર્કે 47 ટેસ્ટ મેચોમાં 28.22ની એવરેજથી 196 વિકેટ ઝડપી છે. 

ભારતે મેલબોર્નમાં બે ટેસ્ટ મેચ જીતી છે. 1977મા ઓસ્ટ્રેલિયાને 222 રનોથી હરાવ્યું હતું. વર્લ્ડ સિરીઝને કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ ખૂબ નબળી થઈ ગઈ હતી. ત્યારબાદ 1981મા ભારતે ઓસ્ટ્રેલિયાને 59 રનથી હરાવ્યું હતું. 143 રનનો પીછો કરી રહેલી કાંગારૂની ટીમ 83 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. કપિલ દેવે ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગમાં 28 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link