20 વર્ષ બાદ ઓવલમાં ટકરાશે ભારત-ઓસ્ટ્રેલિયા, વિશ્વકપમાં આવો રહ્યો છે રેકોર્ડ
ભારતે પોતાની પ્રથમ મેચમાં આફ્રિકાને ભલે રહાવ્યું હોય. તો ઓસ્ટ્રેલિયાએ વિશ્વ કપ 2019માં અત્યાર સુધી પોતાની પ્રથમ બે મેચમાં અફગાનિસ્તાન અને બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ જીત મેળવી હતી.
હવે ટીમ ઈન્ડિયા વિરુદ્ધ મેચમાં ઓસ્ટ્રેલિયા જીત માટે જી-જાન લગાવી દેશે. તેવામાં બંન્ને ટીમો વચ્ચે રોમાંચક જંગ જોવા મળશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા1983થી લઈને અત્યાર સુધી વિશ્વ કપમાં 11 વખત આમને-સામને થયા છે, જેમાં આઠ વખત કાંગારૂ ટીમને વિજય મળ્યો છે. જ્યારે ભારતીય ટીમ માત્ર ત્રણ મેચ જીતી શકી છે.
1983- ઓસ્ટ્રેલિયા 162 રનથી જીત્યું 1983- ભારત 118 રનથી જીત્યું 1987- ઓસ્ટ્રેલિયા 1 રનથી જીત્યું 1987- ભારત 56 રનથી જીત્યું 1992- ઓસ્ટ્રેલિયા 1 રનથી જીત્યું 1996- ઓસ્ટ્રેલિયાનો 16 રને વિજય 1999- ઓસ્ટ્રેલિયાનો 77 રને વિજય 2003- ઓસ્ટ્રેલિયાનો 9 વિકેટે વિજય 2003-ઓસ્ર્ટેલિયાનો 125 રનથી વિજય 2011- ભારતનો 5 વિકેટે વિજય 2015- ઓસ્ટ્રેલિયાનો 95 રને વિજય
કેનિંગ્ટન ઓવલની વાત કરીએ તો આ મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક મુકાબલો રમાયો છે. 4 જૂન 1999ના વિશ્વકપની મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 77 રને પરાજય આપ્યો હતો. હવે 20 વર્ષ બાદ એક વાર ફરી બંન્ને ટીમ આ મેદાન પર આમને-સામને હશે.
1974થી 2017 વચ્ચે ભારતે કેનિંગ્ટન ઓવલ મેદાન પર કુલ 15 વનડે મેચ રમી છે, 5 મેચોમાં તેને જીત અને 9 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે.
ઓસ્ટ્રેલિયાએ 1975થી 2018 વચ્ચે કેનિંગ્ટન ઓવલ મેદાન પર 15 વનડે મેચ રમી છે જેમાં 8 મેચોમાં તેને જીત અને છ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે.
કેનિંગ્ટન ઓવલમાં પ્રથમ વનડે મેચ 7 સપ્ટેમ્બર 1973ના ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઇ હતી. કેનિંગ્ટન ઓવલ સ્ટેડિયમનો ઈતિહાસ ખૂબ જૂનો છે. કેનિંગ્ટન ઓવલ સ્ટેડિયમ 1845માં બન્યું હતું. આ મેદાનની દર્શક ક્ષમતા 23500ની છે.
ન્યૂઝીલેન્ડે આ મેદાન પર વનડેમાં સૌથી વધુ મોટો સ્કોર 5 વિકેટ પર 398 રન બનાવ્યા હતા. 12 જૂન 2015ના ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચમાં ન્યૂઝીલેન્ડએ આ કારનામું રહ્યું હતું.