India vs England: અશ્વિનની 500 તો એન્ડરસનની 700 વિકેટ, રાજકોટમાં બની શકે છે 5 મોટા રેકોર્ડ્સ

Wed, 14 Feb 2024-6:26 pm,

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ટેસ્ટ સ્પિનર આર અશ્વિન એક વિકેટ લેવાની સાથે કરિયરમાં 500 ટેસ્ટ વિકેટ પૂરી કરી લેશે. અશ્વિન આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો નવમો અને ભારતનો બીજો બોલર બની જશે. ભારત માટે અનિલ કુંબલેએ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 619 વિકેટ લીધી છે. 

ઈંગ્લેન્ડના 41 વર્ષીય ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન રાજકોટ ટેસ્ટમાં 700 વિકેટ પૂરી કરી શકે છે. તે આ સિદ્ધિ મેળવવાથી માત્ર 5 વિકેટ દૂર છે. તેણે અત્યાર સુધી 184 ટેસ્ટ મેચમાં 695 વિકેટ ઝડપી છે. 

ઈંગ્લેન્ડ માટે જો રૂટ આ સિરીઝમાં ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. ત્રીજી ટેસ્ટ મેચમાં તે પૂર્વ દિગ્ગજ બેટર એલિસ્ટર કુકનો રેકોર્ડ તોડી શકે છે. એલિસ્ટર કુકે ટેસ્ટ મેચમાં અશ્વિન વિરુદ્ધ ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 314 રન બનાવ્યા છે. તો રૂટે અશ્વિન વિરુદ્ધ 304 રન બનાવ્યા છે. તેવામાં રૂટ કુકનો આ રેકોર્ડ તોડી શકે છે. 

ભારતીય કેપ્ટન રોહિત શર્મા રાજકોટ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક મોટી સિદ્ધિ મેળવી શકે છે. તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણેય ફોર્મેટમાં મેળવી 2000 રન પૂરા કરવાથી માત્ર 29 રન દૂર છે. 29 રન બનાવતા રોહિત શર્મા ઈંગ્લેન્ડ વિરુદ્ધ 2000 રન પૂરા કરી લેશે.  

રોહિત શર્મા રાજકોટમાં ટીમના હેડ કોચ અને દિગ્ગજ ક્રિકેટર રાહુલ દ્રવિડના રેકોર્ડની બરાબરી કરી શકે છે. દ્રવિડના નામે 25 ટેસ્ટમાં 8 જીત મેળવવાનો રેકોર્ડ છે, જ્યારે રોહિત કેપ્ટનના રૂપમાં સાત મેચ જીતી ચૂક્યો છે. દ્રવિડના આ રેકોર્ડની બરાબરી કરા રોહિતે રાજકોટ ટેસ્ટમાં જીત મેળવવી પડશે.

ઈંગ્લેન્ડનો કેપ્ટન રાજકોટમાં પોતાની 100મી ટેસ્ટ મેચ રમવા ઉતરશે. આ સાથે તે ઈંગ્લેન્ડ માટે 100 ટેસ્ટ મેચ રમનાર ખેલાડીઓની ખાસ ક્લબમાં સામેલ થશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link