Ind vs Eng: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિરાટની સેનાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝ જીતીને બનાવ્યો આ અદભૂત રેકોર્ડ

Sun, 21 Mar 2021-11:52 am,

ભારતનો સતત ટી20 સિરીઝ જીતવાનો સિલસિલો વર્ષ 2019માં બાંગ્લાદેશથી વિરુદ્ધ રમાયેલી ટી-20 સિરીઝથી શરૂ થયો હતો. આ દરમિયાન ભારતીય ટીમે બાંગ્લાદેશ (2019), વેસ્ટઈન્ડિઝ (2019), શ્રીલંકા (2020), ન્યૂઝીલેન્ડ (2020), ઓસ્ટ્રેલિયા (2020), ઈંગ્લેન્ડ (2021) વિરુદ્ધ જીત મેળવી છે. 

1 બાંગ્લાદેશનો  ભારત પ્રવાસ- 3 મેચોની ટી-20 સિરીઝ 2019- ભારત 2-1થી જીત્યું.  2. વેસ્ટઈન્ડિઝનો ભારત પ્રવાસ- 3 મેચની ટી-20 સિરીઝ 2019- ભારત 2-1થી જીત્યું.  3. શ્રીલંકાનો ભારત પ્રવાસ- 3 મેચોની ટી-20 સિરીઝ 2020- ભારત 2-0થી જીત્યું. (એક મેચનું કોઈ પરિણામ ન આવ્યું.) 4. ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ- 5 મેચની ટી-20 સિરીઝ 2020- ભારત 5-0થી જીત્યું.  5. ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ- 3 મેચની ટી-20 સિરીઝ 2020- ભારત 2-1થી જીત્યું.  6. ઈંગ્લેન્ડનો ભારત પ્રવાસ- 5 મેચની ટી-20 સિરીઝ 2021- ભારત 3-2થી જીત્યું. (ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ટી20 મેચની તસવીર- સાભાર BCCI)

ભારત છેલ્લીવાર વર્ષ 2018માં કોઈ ટી-20 સિરીઝ હાર્યું હતું. ત્યારે ઓસ્ટ્રેલિયાએ તેને હાર આપી હતી. આ બાજુ ભારતીય ટીમ સતત 8 સિરીઝથી અજેય રહી છે. સપ્ટેમ્બર 2019માં ભારત અને સાઉથ આફ્રીકા વચ્ચે રમાયેલી ટી20 સિરીઝ 1-1થી ડ્રો થઈ હતી. તે પહેલા ભારતીય ટીમે વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ટી-20 સિરીઝ જીતી હતી. (ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ટી20 મેચની તસવીર- સાભાર BCCI)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link