નંબર-1 રેન્કિંગ બચાવવા માટે ભારતે ઓસ્ટ્રેલિયા સામે જીતવી પડશે આટલી મેચ
ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ સિરીઝ વર્ષ 1947માં આઝાદી બાદ લાલા અમરનાથની આગેવાનીમાં રમી હતી. તે સમયે ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 5 મેચોની ટેસ્ટ સિરીઝમાં 4-0થી પરાજય આપ્યો હતો. ભારત અત્યાર સુધી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતી શક્યું નથી.
ભારત આ સમયે ICC test rankingમાં વિશ્વની નંબર વન ટીમ છે. પરંતુ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની શાખ દાવ પર હશે.
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં 0-4ની હાર બાદ ટીમ ઈન્ડિયાના રેટિંગ પોઈન્ટમાં ઘટાડો થયો છે. પરંતુ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ખરાબ પ્રદર્શનથી ભારત ટેસ્ટની નંબર-1ની ખુરશી ગુમાવી શકે છે.
હાલમાં ટેસ્ટ રેન્કિંગમાં ભારત 116 પોઈન્ટની સાથે ટોપ પર છે. શ્રીલંકાને ક્લીન સ્વીપ કર્યા બાદ ઈંગ્લેન્ડ 108 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. દક્ષિણ આફ્રિકા 106 પોઈન્ટની સાથે ત્રીજા સ્થાને છે અને ન્યૂઝીલેન્ડ 102 પોઈન્ટની સાથે ચોથા જ્યારે ઓસ્ટ્રેલિયા પાંચમાં સ્થાને છે.
દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ રમવાની છે. જો દક્ષિણ આફ્રિકા પાકિસ્તાનને 3 મેચોની સિરીઝમાં 3-0થી હરાવી દે તો તેના 110 પોઈન્ટ થઈ જશે.
ભારતીય ટીમ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા 4-0થી સિરીઝ જીતે તો ટીમ ઈન્ડિયા 108 પોઈન્ટની સાથે ત્રીજા સ્થાને આવી જશે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના 110 પોઈન્ટ થઈ જશે અને તે બીજા સ્થાને પહોંચી જશે.
જો ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત વિરુદ્ધ ભારત વિરુદ્ધ ચારેય ટેસ્ટ જીતે અને આફ્રિકા પાકિસ્તાનને 3-0થી હરાવે તો આફ્રિકાની ટીમ દશકની ગણના કરવા પર ઓસ્ટ્રેલિયાને પછાડી વિશ્વની નંબર-1 ટેસ્ટ ટીમ બની જશે. તેવી સ્થિતિમાં ભારત અને ઈંગ્લેન્ડ બંન્ને ટીમોના 108 પોઈન્ટ થશે અને દશકની ગણતા કરવા પર ઈંગ્લેન્ડની ટીમ સારી સ્થિતિમાં હશે. ઓસ્ટ્રેલિયાની ટીમ રેન્કિંગમાં ટોપ સ્થાન બનાવી શકે છે, પરંતુ તેમાટે ટિમ પેનની ટીમે ભારત વિરુદ્ધ ચારેય ટેસ્ટ મેચ જીતવી પડશે અને પછી આશા રાખવી પડશે કે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પાકિસ્તાન સિરીઝ જીતે કે ડ્રો કરે. ભારત જો ઓસ્ટ્રેલિયાને 4-0થી હરાવી દે તો, તેના 120 પોઈન્ટ થશે અને તે નંબર વનના સ્થાને યથાવત રહેશે. જો ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એક ટેસ્ટ મેચ પણ જીતે તો તેનો નંબર વનનો તાજ બરકરાર રહેશે.