ભારતે 40 વર્ષમાં પ્રથમવાર ઓસ્ટ્રેલિયામાં જીત્યા એક સિરીઝમાં બે ટેસ્ટ
ભારતે એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ 31 રનથી જીતી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયાએ પર્થ ટેસ્ટ 146 રનથી જીતીને ચાર ટેસ્ટ મેચોની સિરીઝમાં બરોબરી હાસિલ કરી હતી. (photo: BCCI)
હવે ભારતને ત્રીજી ટેસ્ટ જીતીને મનોવૈજ્ઞાનિક ફાયદો મળ્યો છે અને તેણે ઓસ્ટ્રેલિયામાં પ્રથમવાર શ્રેણી જીતવા તરપ પ્રયાણ કરી દીધા છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની સામે હવે સિરીઝ બચાવવાની તક છે. (photo: ICC)
મહત્વનું છે કે, ભારતે 40 વર્ષમાં પ્રથમવાર ઓસ્ટ્રેલિયાની ધરતી પર એક ટેસ્ટ સિરીઝમાં બે મેચ જીતી છે. આ પહેલા ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન 1977/78મા સિરીઝમાં બે ટેસ્ટ મેચ જીતી હતી. પરંતુ ત્યારે ભારતે પાંચ ટેસ્ટ મેચોની સિરીઝ 2-3થી ગુમાવી હતી. (photo: BCCI)
બિશન સિંહ બેદીની આગેવાનીમાં ભારતે સિરીઝના પ્રથમ બે ટેસ્ટ મેચ હાર્યા બાદ ઓસ્ટ્રેલિયા પર પલટવાર કરતા એક બાદ એક બે ટેસ્ટ જીતી હતી, પરંતુ બોબ સિંપસનની ઓસ્ટ્રેલિયન ટીમે પાંચમી ટેસ્ટ જીતીને શ્રેણી પોતાના નામે કરી લીધી હતી. (Photo: ICC)
તો ભારત 37 વર્ષ બાદ મેલબોર્નમાં ટેસ્ટ જીતવામાં સફળ રહ્યું છે. છેલ્લે ફેબ્રુઆરી 1981મા સુનીલ ગાવસ્કરની આગેવાનીમાં ભારતે મેલબોર્નમાં જીત મેળવી હતી. ત્યારે ભારતે ઓસ્ટ્રેલિયાને 59 રનથી હરાવીને ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ 1-1થી બરોબર કરી હતી. (Photo: ICC)
બીજીતરફ ભારતે ઓસ્ટ્રેલિયામાં પ્રથમવાર 26મી ડિસેમ્બરથી શરૂ થનારો બોક્સિંગ ડે ટેસ્ટ મેચ જીત્યો છે. આ પહેલા તેને માત્ર આફ્રિકા સામે જીત મળી હતી. ઓસ્ટ્રેલિયામાં ભારત 8મી વાર બોક્સિંગ ડે ટેસ્ટનો ભાગ બન્યું અને તેમાં આ પ્રથમ જીત છે. 5 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો, જ્યારે બે મેચ ડ્રો રહી હતી. ભારત 1985થી બોક્સિંગ ડે ટેસ્ટનો ભાગ બન્યું છે. (Photo: ICC)
મેલબોર્નમાં ભારત (1948-2018)ની 13 ટેસ્ટ મેચોમાં આ ત્રીજી જીત છે. અહીં ભારતે 8 મેચ ગુમાવી છે, જ્યારે બે ડ્રો રહી છે. 2014મા રમાયેલી ટેસ્ટ અહીં ડ્રો રહી હતી. (Photo: BCCI)