Naseem Shah: PAK બોલર પર ફિદા થઈ ભારતીય એક્ટ્રેસ, ખુલ્લેઆમ કહી દિલની વાત
ભારતીય ટીવી એક્ટ્રેસ સુરભિ જ્યોતિ પાકિસ્તાનના ફાસ્ટ બોલર નસીમ શાહની ફેન બની ગઈ છે. સુરભિ જ્યોતિએ ટ્વીટ કરી નસીમ શાહની ખુબ પ્રશંસા કરી છે.
સુરભિ જ્યોતિએ પાકિસ્તાન-અફઘાનિસ્તાન મેચ બાદ નસીમ શાહ માટે ટ્વીટ કરતા લખ્યું, પાકિસ્તાનને નિશ્ચિત રીતે એક હીરો મળ્યો છે.
તમને જણાવી દઈએ કે, સુરભિ જ્યોતિ ટીવી સીરિયલ નાગિનની એક્ટ્રેસ છે. આ પહેલા તેણે કુબૂલ છે સીરિયલમાં પણ જોવા મળી હતી, અહીંથી તેને ઓળખ મળી હતી.
સુરભિ જ્યોતિ સીરિયલ ઉપરાંત બોલીવુડમાં પણ કામ કરી ચૂકી છે. સુરભિ જ્યોતિએ 'ક્યા મેરી સોનમ ગુપ્તા બેવફા હૈ' ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું.
આ અગાઉ જ ભારતીય ફિલ્મ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ પણ ઇન્સ્ટાગ્રામ રીલમાં નસીમ શાહનો વીડિયો શેર કરી પ્રશંસા કરી હતી. તેમનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો.