Photos : કન્યા અને વર બંને કમાન્ડો, સુરતના સમૂહ લગ્નમાં લેશે સાત ફેરા...

Thu, 09 Jan 2020-4:58 pm,

લગ્નમાં અત્યાર સુધી આપે અનેક વર-વધૂના જોડાઓ જોયા હશે. પરંતુ સુરતમાં આયોજિત સમૂહ લગ્નમાં એક ખાસ કપલ લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહ્યું છે. જેઓને લોકો કમાન્ડો કપલ કહીને સંબોધિત કરી રહ્યાં છે. સીઆરપીએફમાં કમાન્ડો દયા ધાનાની તથા કોબ્રા કમાન્ડો હાર્દિક બેલડીયાને લોકો હવે કમાન્ડો કપલ તરીકે સંબોધિત કરી રહ્યાં છે. દેશની સેવા માટે હંમેશા ખડેપગે રહેનાર આ કમાન્ડો કપલ 12 મી જાન્યુઆરીના રોજ લગ્નગ્રંથીથી જોડાવાના જઈ રહ્યા છે. સુરતમાં યોજાનાર શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સમૂહ લગ્નમાં 152 જેટલા યુગલો સાથે તેઓ પણ પ્રભુતાના પગલા ભરશે. દયા ધાનાની સીઆરપીએફમાં કમાન્ડો છે, તો હાર્દિક સીઆરપીએફના કોબ્રા કમાન્ડો છે. દયા અને હાર્દિકની પોસ્ટિંગ હાલ પશ્ચિમ બંગાળમાં છે. અગાઉ હાર્દિક પાંચ વર્ષ સુધી કાશ્મીરમાં ફરજ બજાવી ચૂક્યા છે. બંને કમાન્ડો હવે 12મી તારીખે પતિ-પત્ની બની જશે. જેથી લોકો તેમને કમાન્ડો કપલ કરીને બોલાવી રહ્યા છે. સમૂહ લગ્નમાં લગ્ન કરવા પાછળ કારણ એક સરખું છે. બન્નેએ જણાવ્યું કે, લગ્નમાં બિન જરૂરી ખર્ચ અને પરિવારને ભારણ આપવા કરતાં સમાજ દ્વારા કરાવવામાં આવતા સમૂહ લગ્નમાં લગ્ન કરવાથી બિનજરૂરી ખર્ચ બચી જાય છે.

યુનિફોર્મમાં સજજ કમાન્ડો કપલ એક તરફ દેશની સેવા કરવા માટે પોતાની કર્તવ્યતા બતાવી રહ્યાં છે. જ્યારે બીજી બાજુ બિન જરૂરી ખર્ચ ન કરી રાષ્ટ્રની પ્રગતિ માટે કામ કરવા લોકોને અનુરોધ કરી રહ્યા છે. બંન્નેએ જણાવ્યું હતું કે, સમૂહ લગ્નમાં લગ્ન કરવાના નિર્ણયના કારણે લોકો તેમને ખૂબ જ બિરદાવી રહ્યા છે. જેથી તેઓને ખૂબ જ આનંદની લાગણી થઇ રહી છે. તેમના આ નિર્ણયને કારણે લોકો સન્માન અને પ્રેમ આપી રહ્યા છે. કમાન્ડો કપલ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં લગ્નગ્રંથીથી જોડાઇ રહ્યાં છે. જેથી સમાજ દ્વારા પણ તેઓને બિરદાવવામાં આવી રહ્યા છે. સમાજના અગ્રણી કાનજીભાઈ ભાલાલાએ જણાવ્યું હતુ કે, કમાન્ડો કપલનું સમાજ માટે પ્રેરણાદાયક નિર્ણયના કારણે પાંચ લાખ રૂપિયાની સમાન રાશિ આપવાનો નિર્ણય કર્યો છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link