2020: કોરોનાકાળમાં આ સેલિબ્રિટીઓને પૈણ ચઢ્યું, માંડ્યા પ્રભુતામાં પગલાં

Mon, 14 Dec 2020-5:03 pm,

સાઉથ ફિલ્મોના જાણીતા કલાકાર અને બાહુબલી જેવી બ્લોકબસ્ટર ફિલ્મમાં મહત્વનો રોલ કરનાર રાણા દગ્ગુબતીએ મિહિકા બજાજ સાથે 8 ઓગસ્ટના રોજ હૈદરાબાદના રામાનાયડુ સ્ટૂડિયોમાં લગ્ન કર્યા. લગ્ન પહેલા મહેંદી, પેલિકોડુકૂ, ગણેશ પૂજન તથા માતા કી ચૌકી જેવા પ્રી વેડિંગ સેલિબ્રેશન કરવામાં આવ્યાં હતાં.લગ્નમાં 30થી પણ ઓછા લોકો સામેલ થયા હતા. મિહિકા બજાજના વેડિંગ લહેંગાને તૈયાર કરવામાં 2 મહિનાનો સમય લાગ્યો હતો. 

અભિનેત્રી સના ખાને 20 નવેમ્બરના રોજ ગુજરાતના મુફ્તી અનસ સૈયદ સાથે એક ખાનગી સમારોહમાં નિકાહ કર્યા. ત્યારબાદથી સના ખાન સોશિયલ મીડિયા પર તેના લગ્નના ફોટા અને વિડીયો શેર કરી રહી છે. અભિનેત્રીએ માત્ર પરિવારજનોની હાજરીમાં જ નિકાહ કરી મીડિયામાં માહિતી શેર કરી. તેણે ઓક્ટોબરના મહિનામાં ગ્લેમર ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી હતી. તેણે સોશિયલ મીડિયામાં પોતાના ધર્મને કારણે ફિલ્મી દૂનિયા છોડી રહી હોવાનું કહ્યું હતું. જોકે તેના એક મહિના પછી જ તેણે નિકાહ પણ કરી લીધા. જોકે હાલ તે લગ્ન જીવનનો આનંદ માણી રહી છે.

પ્રખ્યાત કોરિયોગ્રાફર અને અભિનેતા પુનિત પાઠકે તેની ગર્લફ્રેન્ડ નિધિ મૂની સાથે 11 ડિસેમ્બરે લગ્નગ્રંથિથી જોડાયા. લોનાવાલામાં નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં બંનેએ લગ્ન કર્યા. તેઓ બે વર્ષથી રિલેશનશિપમાં હતા. બંને 'ઝલક દિખલા જા'ના સેટ પર મળ્યા હતા ત્યારબાદ ટીવી શો 'દિલ હૈ હિન્દુસ્તાની'માં સાથે કામ કર્યું હતું. 

તેલુગુ અભિનેતા નીતિને તેની ગર્લફ્રેન્ડ શાલિની રેડ્ડી સાથે 27 જુલાઈ મહિનામાં હૈદરાબાદની ફાઈવ સ્ટાર હોટેલમાં લગ્નમાં કર્યા. કોરોના કાળમાં તમામ નિયમોના પાલન સાથે ગ્રાન્ડ વેડિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

લોકપ્રિય ગાયિકા નેહા કક્કડ અને રોહન પ્રીત સિંહે 24 ઓક્ટોબરે પ્રભુતામાં પગલાં પાડી નવા જીવનની શરૂઆત કરી. દિલ્હીમાં પરંપરાગત આનંદ કારજ સેરિમની યોજાઈ હતી. લગ્નમાં બંનેના ફેમિલી અને નજીકના મિત્રો સામેલ થયા હતા. ત્યારબાદ તેમણે પંજાબમાં ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન કર્યુ. નેહા કક્કડે તમામ ફંક્શનના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. નેહા અને રોહને તેમના લગ્નને યાદગાર બનાવવા માટે કોઇ કસર છોડી નહતી. બંનેએ 'નેહુ દા વ્યાહ'ના સેટ પર પ્રથમ વખત મળ્યા હતા અને માત્ર એક- બે મહિનાની ઓળખાણમાં લગ્ન કરી લેવાનો નિર્ણય કરી લીધો.

સાઉથ અને બોલિવુડ અભિનેત્રી કાજલ અગ્રવાલ બિઝનેસમેન ગૌતમ કિચલૂ સાથે 30 ઓક્ટોબરે લગ્નના બંધનમાં બંધાઈ. લગ્નનું આયોજન મુંબઈની તાજ હોટેલમાં કરવામાં આવ્યું. કોરોના વાઇરસને લીધે કાર્યક્રમમાં પરિવારના સભ્યો અને કેટલાક નજીકના જ મિત્રો સામેલ થઈ શક્યા હતાં, પણ આ લગ્નને યાદગાર બનાવવા માટે કાજલ અગ્રવાલે કોઈ કમી રાખી નહોતી. કાજલ અગ્રવાલના વેડિંગ લહેંગા પર જરદોશી એમ્બ્રોયડરી કરવામાં 20 લોકોને 1 મહિનાનો સમય લાગ્યો હતો. 

બોલિવુડ અભિનેતા અને ગાયક આદિત્ય નારાયણે તેની ગર્લફ્રેન્ડ અભિનેત્રી શ્વેતા અગ્રવાલ સાથે 1 ડિસેમ્બરે સપ્તપદીના સાત ફેરા લીધા.બંને છેલ્લા 10 વર્ષથી સાથે હતા.‘શાપિત’ ના સેટ પર આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલ પહેલીવાર મળ્યા હતા. શૂટિંગ દરમિયાન, બંનેની પહેલા મિત્રતા હતી, પછી ધીમે ધીમે સમજાયું કે તેઓ એક બીજાને પ્રેમ કરે છે. બંનેએ પરિવારજનો અને ખાસ મિત્રોની હાજરીમાં સાત ફેરા લીધા. આદિત્ય નારાણયના લગ્ન વખતનો એક કિસ્સો પણ ચર્ચાનો કેન્દ્ર બન્યો હતો. જેમાં લગ્નના સમયે આદિત્ય નારાણયનો પાયજામો ફાટી ગયો હતો. જોકે મિત્રોએ તેને બચાવી લીધો. આ કિસ્સો ખુદ આદિત્ય નારાયણે શેર કર્યો. 

ટીવીની પ્રખ્યાત અભિનેત્રી અને બાસ્કેટબોલ ખેલાડી પ્રાચી તહલને 7 ઓગસ્ટે દિલ્હી સ્થિત ઉદ્યોગપતિ રોહિત સરોહા સાથે લગ્નના બંધનમાં બંધાઈ. પરિવારજનો અને ખાસ મહેમાનોની હાજરીમાં બંનેએ લગ્ન કર્યા હતા. સાથે કોરોનાની તમામ ગાઈડલાઈનનું પાલન થાય તે માટે મોટી જગ્યામાં તેમણે સમારોહનું આયોજન કર્યું હતું.

અભિનેતા પ્રભાસની મેગા બજેટ ફિલ્મ 'સાહો'ના નિર્દેશક સુજીત રેડ્ડીએ ગર્લફ્રેન્ડ પ્રાવલ્લિકા સાથે 2 ઓગસ્ટના રોજ હૈદરાબાદમાં લગ્ન કર્યા. સુજીતે પોતાના લગ્ન એકદમ વ્યક્તિગત રાખ્યા હતા. જેમાં ફક્ત પરિવારના લોકોને આમંત્રણ હતું.  છેલ્લા થોડાક વર્ષોથી આ બંને રિલેશનમાં હતા અને આખરે કોરોનાકાળમાં લગ્નબંધનમાં બંધાઈ ગયા.

ટીવીના જાણીતા અભિનેતા મનીષ રાયસિંઘે 30 જૂને અભિનેત્રી સંગીતા ચૌહાણ સાથે લગ્ન કર્યા. તેમણે  કોરોના કાળમાં મુંબઇના ગુરુદ્વારામાં માત્ર પરિવારના સભ્યોની હાજરીમાં લગ્ન કર્યા. 'સસુરાલ સિમર કા' સિરિયલથી મનીષ રાયસિંઘ ઘર-ઘર જાણીતા થયા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link