સામે પારથી પાકિસ્તાન આવે કે ચીન, હવે લડી લઈશું... પોરબંદર કાંઠે તૈનાત કરાયા એડવાન્સ લાઈટ વેઈટ હેલિકોપ્ટર

Tue, 28 Jun 2022-2:11 pm,

ગુજરાતના તટરક્ષક દળ હવે મજબૂત બનશે. કારણ કે તેમાં સ્વેદશી ALH MK III હેલિકોપ્ટર્સ સામેલ કરાયા છે. આ સ્ક્વૉડ્રનની નિયુક્તિ સર્ચ એન્ડ રેસ્ક્યૂ (SAR) તેમજ સમુદ્રી દેખરેખના ક્ષેત્રમાં સરકારની “આત્મનિર્ભર ભારત”ની દૂરંદેશીને અનુરૂપ તટરક્ષક દળની આત્મનિર્ભરતા તરફ એક મોટી છલાંગ તરીકે અંકિત થઇ છે.

ALH MK III હેલિકોપ્ટરોને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેક (HAL) દ્વારા સ્વદેશમાં જ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં અદ્યતન રડાર સહિત સૌથી નવીનતમ ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ ઇલેક્ટ્રો ઓપ્ટિકલ સેન્સર, શક્તિ એન્જિન, સંપૂર્ણ ગ્લાસ કૉકપીટ, ઉચ્ચ તીવ્રતાની સર્ચ લાઇટ, અદ્યતન કમ્યુનિકેશન સિસ્ટમ, ઓટોમેટિક ઓળખ સિસ્ટમ અને સર્ચ એન્ડ રેસ્ક્યૂ હોમર જેવી અન્ય સુવિધાઓથી સજ્જ છે. આ સુવિધાઓ તેમને સમુદ્રી જાસૂસી હાથ ધરવા તેમજ દિવસ અને રાત બંને સમય દરમિયાન જહાજોમાંથી કામ કરતી વખતે પણ વિસ્તૃત રેન્જમાં સર્ચ અને રેસ્ક્યૂ કાર્ય હાથ ધરવા માટે સક્ષમ બનાવે છે. આ ઉપરાંત ગંભીર રીતે બીમાર દર્દીઓના સ્થળાંતરની સુવિધા માટે આ એરક્રાફ્ટમાં ભારે મશીનગન સાથેના આક્રમક પ્લેટફોર્મ પરથી તબીબી સઘન સંભાળ યુનિટ ધરાવતા સૌમ્ય પ્લેટફોર્મ પર પોતાની ભૂમિકા બદલવાની ક્ષમતા છે. 

અત્યાર સુધીમાં, તેર ALH MK-III એરક્રાફ્ટને તબક્કાવાર રીતે ભારતીય તટરક્ષક દળમાં સમાવવામાં આવ્યા છે અને તેમાંથી ચાર એરક્રાફ્ટને પોરબંદર ખાતે રાખવામાં આવ્યા છે. તેને સેવામાં સામેલ કરાયા ત્યારથી અત્યાર  સુધીમાં આ સ્ક્વૉડ્રને કુલ 1200 કલાક કરતાં વધારે ઉડાન ભરી છે અને દીવના દરિયા કિનારે પ્રથમ રાત્રિ સર્ચ એન્ડ રેસ્ક્યૂ મિશન સહિત સંખ્યાબંધ ઓપરેશનલ મીશનો હાથ ધર્યા છે. યુનિટ કમાન્ડન્ટ સુનીલ દત્ત દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે.

પોરબંદર ખાતે ALH MK-III સ્ક્વૉડ્રનની નિયુક્તિથી ગુજરાત પ્રેદશના સુરક્ષાની દૃશ્ટિએ સંવેદનશીલ વિસ્તારોમાં ભારતીય તટરક્ષક દળની ક્ષમતાઓને મોટો વેગ પ્રાપ્ત થશે. ગુજરાતના દરિયા કાંઠાની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે લેવામાં આવેલા એક મોટા પગલાંરૂપે આજે પોરબંદરમાં ICG એર એન્કલેવ ખાતે ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક ડાયરેક્ટર જનરલ વી.એસ. પઠાનિયા, PTM, TM દ્વારા અદ્યતન લાઇટ હેલિકોપ્ટર (ALH) MK III સ્ક્વૉડ્રન તૈનાત કરવામાં આવી છે. આ પ્રસંગે પોરબંદર અને ગુજરાત ક્ષેત્રના વિવિધ સૈન્ય અને નાગરિક મહાનુભાવોએ હાજરી આપી હતી.    

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link