સુટ-બૂટ-ટાઇ, દુનિયા જીતવા આ અંદાજમાં રવાના થઈ વિરાટ સેના, PHOTOS
ઓસ્ટ્રેલિયાની જમીન પર ટેસ્ટ સિરીઝ જીતનાર પ્રથમ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી એવી ટીમની આગેવાની કરશે, જે મેચનું પરિણામ બદલનારી ટીમોથી જરા પણ ઓછી નથી. 9 લીગ મેચોમાં 6માં જીત હાસિલ કરી સેમીફાઇનલ માટે ક્વોલિફાઇ કરવાને ધ્યાનમાં રાખીને યોગ્ય સાબિત થઈ શકે છે.
વિશ્વ કપ માટે ટીમ ઈન્ડિયાને મજબૂત દાવેદાર માનવામાં આવી રહી છે. વિરાટ કોહલીની સામે સૌથી મોટો પડકાર છે 50 ઓવરોનો આ ક્રિકેટ વિશ્વ કપ.
કોહલીની આગેવાનીનો લિટમસ ટેસ્ટ પણ આ ટૂર્નામેન્ટમાં થશે. 2019 વિશ્વ કપ કોહલીની આગેવાનીની દશા અને દિશા નક્કી કરી શકે છે. કોહલીની પાસે કપિલ દેવ અને એમએસ ધોનીની ક્લબમાં સામેલ થવાની તક હશે.
વિરાટ કોહલી અને એમએસ ધોનીની આગેવાનીની સ્ટાઇલ અલગ છે. વિરાટ, ધોનીની જેમ સફળતાના નવા કીર્તિમાન બનાવશે અને ટીમ ઈન્ડિયાને સવાલોના સમયમાંથી આગળ લઈ જશે તેને લઈને બધાની નજર ટકેલી છે.