Photos: કોણ છે સંજના ગણેશન, જેના બુમરાહ સાથે લગ્નની થઈ રહી છે ખુબ જ ચર્ચા
આ અગાઉ સમાચાર આવ્યા હતા કે, બુમરાહ સાઉથની એક્ટ્રેસ અનુપમા પર્મેશ્વરન (Anupama Parameswaran) સાથે લગ્ન કરવાનો છે. પરંતુ તેના પરિવારે તેને અફવા ગણાવી હતી. પરિવારના લોકોએ કહ્યું છે કે, અનુપમા આ સમયે ગુજરાતમાં છે અને તે પોતાના શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારે અનુપમાની માતાએ જણાવ્યું હતું કે, આ માત્ર એક અફવા છે. પરિવારજનો તેના પર ધ્યાન આપી રહ્યા નથી.
28 વર્ષીય સંજના ગણેશન (Sanjana Ganesan) એક ક્રિકેટ એન્કર/ પ્રેઝેન્ટર છે. છેલ્લા કેટલાક સમયથી તે ઘણી ટૂર્નામેન્ટનો ભાગ રહી છે. ત્યારે આઇપીએલમાં સક્રિય રહેવાની સાથે સ્ટાર સ્પોર્ટ્સ સાથે પણ જોડાયેલી છે. સંજના આઇસીસી વર્લ્ડ કપ 2019 થી લઇને ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઇપીએલ) સુધી હોસ્ટ કરી ચુકી છે. આ ઉપરાંત સંજના કોલકાતા નાઇટ રાઇડર્સની એન્કર પણ છે. સંજનાએ વર્ષ 2013 માં ફેમિના ગોર્ઝિયસ ખિતાબ જીત્યો હતો.
સંજનાએ એમટીવીના રિયાલિટી શો સ્પિલિટ્સ વિલાથી ટીવી પર પોતાનું ડેબ્યૂ કર્યું હતું. સંજનાએ પુણેની જાણીતી યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે. ત્યારબાદ તેણે મોડલિંગમાં હાથ અજમાવ્યો અને વર્ષ 2014 માં તે મિસ ઇન્ડિયા ફાઇનલ સુધી પહોંચી હતી.