આ ભારતીય ક્રિકેટર્સ છે ડોગ લવર, જુઓ એકથી એક સુંદર ફોટો

Wed, 09 Mar 2022-7:02 pm,

વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માને ડોગ્સ સાથે ખુબ લગાવ છે. હંમેશા વિરાટ અને અનુષ્કા શર્મા પોતાના પેટ ડોગ્સની સાથે ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે. વિરાટની પાસે મુંબઈમાં એક પેટ ડોગ છે. તેનું નામ  `Dude` છે. 

 

 

ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન એમએસ ધોની ડોગ લવર છે. રાંચી સ્થિત તેના ફાર્મ હાઉસમાં ઘણા ડોગ હાજર છે. ધોનીની પત્ની સાક્ષી હંમેશા પેટ ડોગ્સની સાથે મસતી કરતા ફોટો અને વીડિયો શેર કરતી હોય છે. એમએસ ધોનીની પાસે જર્મન શેફર્ડ અને અન્ય ડોગ છે.

ભારતના મહાન બેટર સચિન તેંડુલકરનો ડોગ પ્રત્યેનો પ્રેમ છુપાયેલો નથી. સચિન હંમેશા પોતાના ડોગ સ્પાઇકની સાથે સોશિયલ મીડિયામાં ફોટો અને શેર કરતો રહે છે. તેંડુલકરે એકવાર સોશિયલ મીડિયા પર તેનો વીડિયો શેર કર્યો હતો.

 

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર લોકેશ રાહુલ પણ ડોગ લવર છે અનેતેની પાસે જે ડોગ છે તેનું નામ છે Simba. સિમ્બાની પોપુલેરિટીનો અંદાજો તે વાતથી લગાવી શકાય કે તેના નામે પણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે. સિમ્બા સિવાય પણ રાહુલની પાસે અન્ય ડોગ્સ પણ છે.

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ મોટો ડોગ લવર છે. હાર્દિકના ઘરમાં અનેક ડોગ છે. હાર્દિક હંમેશા ઇન્સ્ટાગ્રામ પર પોતાના ડોગ્સની સાથે ફોટો અને વીડિયો શેર કરતો રહે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link