ડિવોર્સી મહિલા સાથે લગ્ન કરનાર પાંચ ભારતીય સ્ટાર ક્રિકેટર
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બોલર વેંકટેશ પ્રસાદે જયંતી સાથે વર્ષ 1996માં લગ્ન કર્યા હતા. પ્રસાદને મળી તે પહેલા જયંતીના છુટાછેડા થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે જયંતી અને પ્રસાદની પ્રથમ મુલાકાત અનિલ કુંબલે દ્વારા થઈ હતી.
નિકિતા વંજારા ક્રિકેટર મુરલી વિજયના મિત્ર દિનેશ કાર્તિકની પ્રથમ પત્ની હતી. નિકિતા જ્યારે કાર્તિકની પત્ની હતી ત્યારે મુરલીની સાથે તેનું અફેર શરૂ થઈ ગયું હતું. જ્યારે આ વાતની જાણ દિનેશ કાર્તિકને થઈ તો બંનેના છુટાછેડા થઈ ગયા. ત્યારબાદ નિકિતા અને મુરલી વિજયે લગ્ન કરી લીધા હતા.
ભારતીય ક્રિકેટ ટીમના મહાન બોલર અનિલ કુંબલેએ વર્ષ 1999માં ચેતના સાથે લગ્ન કર્યા હતા. ચેતનાના તે સમયે છુટાછેડા થઈ ચૂક્યા હતા. તેને પહેલા પતિથી એક પુત્રી પણ છે, જેને કુંબલે ખુબ પ્રેમ કરે છે.
ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટર શિખર ધવને પોતાનાથી 10 વર્ષ માટે આયશા મુખર્જી સાથે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. આયશા ડિવોર્સી હતી અને તેને પહેલા પતિથી બે પુત્રી પણ હતી. પરંતુ હવે આયશા અને શિખર ધવનના પણ છુટાછેડા થઈ ગયા છે.
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વર્ષ 2014માં હસીન જહાં સાથે લગ્ન કર્યા હતા. હસીન ડિવોર્સી હતી અને એક દિકરીની માતા પણ હતી. પરંતુ હવે બંને અલગ રહે છે.