Photos Viral: ઋતુરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા બાદ હવે ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી ચઢ્યો ઘોડી!

Tue, 13 Jun 2023-10:15 am,

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ બાદ હવે ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેએ લગ્ન કરી લીધા છે. તુષાર દેશપાંડેએ તેની ગર્લફ્રેન્ડ અને બાળપણની મિત્ર નભા ગડ્ડમવાર સાથે લગ્ન કર્યા છે.

આ પહેલા તુષાર દેશપાંડેએ પોતાની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તુષારે કહ્યું હતું કે નભા ગડ્ડમવાર તેના સ્કૂલ ક્રશથી તેની મંગેતર બની ગઈ છે.

IPL 2023 દરમિયાન, ઘણા પ્રસંગોએ નાભા ગડ્ડમવાર સ્ટેન્ડ પરથી તુષારને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા. હવે બંનેએ સાત ફેરા લીધા પછી કાયમ માટે એકબીજાનો હાથ પકડી લીધો છે.

નભા ગદ્દમવાર ચિત્રકાર છે અને ભેટો પણ ડિઝાઇન કરે છે.

વર્ષ 2020 માં, તુષાર દેશપાંડેની IPL કારકિર્દીની શરૂઆત થઈ. તુષાર દેશપાંડેએ IPL 2023માં 16 મેચ રમીને 26.86ની એવરેજથી 21 વિકેટ લીધી હતી. તે આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સૌથી સફળ બોલર હતો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link