આ દેશોમાં ભારતીય ડ્રાઈવિંગ લાયસન્સ છે માન્ય, અહીં ફરવા જાઓ તો બિંદાસ કરો સેલ્ફ ડ્રાઈવ, નહીં પકડે પોલીસ
મોરિશિયસમાં ચાર અઠવાડિયા માટે ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ વેલીડ હોય છે. જો તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે તો તમે ચાર અઠવાડિયા સુધી અહીં સમુદ્ર કિનારે કારમાં ફરવાની મજા માણી શકો છો.
સ્પેનમાં પણ ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ નો ઉપયોગ કરી શકાય છે. જોકે અહીં રોડ ટ્રીપ કરવા માટે તમારે પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
સ્વીડનમાં પણ ભારતીય લાયસન્સ માન્ય છે. અહીં તમે જંગલથી લઈને સુંદર આઇલેન્ડની સુંદરતાને રોડ ટ્રીપ થી એક્સપ્લોર કરી શકો છો. તેના માટે તમારી પાસે જે લાયસન્સ હોય તેની ભાષા સ્વીડિશ, અંગ્રેજી, ફ્રેંચ, જર્મન હોવી જોઈએ.
સ્વીઝરલેન્ડમાં પણ રોડ ડ્રિપ કરવી હોય તો શક્ય છે. કારણ કે અહીં ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ એક વર્ષ સુધી માન્ય હોય છે.. અહીં તમારે લાઇસન્સની અંગ્રેજી કોપી સાથે રાખવી પડશે.
જો તમે અમેરિકા જઈ રહ્યા છો તો ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે રાખજો કારણ કે અહીં પણ તમે કાર ચલાવી શકો છો. ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે તમારે અહીં 1-94 ફોર્મ સાથે રાખવું પડશે.
સિંગાપુરમાં પણ તમે કાર ચલાવવાની મજા માણી શકો છો કારણ કે અહીં ડ્રાઇવિંગ લાઇસન્સ માન્ય રહે છે. સિંગાપુરમાં ગાડી ચલાવવા માટે 18 વર્ષથી વધુ ની ઉંમર હોવી જરૂરી છે.