કચ્છના સૌથી ઉંચા શિખર કાળા ડુંગર પર ઢંકાય એવો તિરંગો લહેરાવ્યો, જુઓ અદ્દભૂત PHOTOs
આ તિરંગા રેલી ખાવડા, દિનારા, ધ્રોબાણા જેવા સરહદી ગામોમાંથી પસાર થઈ કાળા ડુંગર ખાતે સમાપ્ત થઈ હતી. કાળો ડુંગર એ કચ્છ જિલ્લાનું ખૂબ મહત્વનું અને સૌથી ઉંચુ શિખર છે. ૩૦૦ મીટર લાંબા તિરંગાથી વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું.
આ રેલી દરમિયાન મદદનીશ કલેકટર અતિરાગ ચપલોત, દત્ત મંદિરના ટ્રસ્ટી હિરાલાલ રાજદે, બીએસએફના જવાનો, વનવિભાગના કર્મચારીઓ તથા ગામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.