Tokyo Olympics: 60 મિનિટમાં રચાયો ઈતિહાસ, જુઓ ઐતિહાસિક જીતની તસવીરો
ભારતની મહિલા હોકી ટીમે ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની મજબૂત ટીમને 1-0થી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કરી ઈતિહાસ રચ્યો છે.
ટીમ ઈન્ડિયાએ આ મુકાબલામાં દમદાર પ્રદર્શન કર્યું અને 22મી મિનિટમાં ગુરજીત કૌરના એકમાત્ર ગોલની મદદથી આ મેચમાં જીત હાસિલ કરી. આ પ્રથમ વખત છે જ્યારે મહિલા હોકી ટીમ ઓલિમ્પિકના સેમિફાઇનલમાં પહોંચી છે.
કેપ્ટન રાની રામપાલની આગેવાનીમાં રમી રહેલી ભારતીય ટીમ માટે આજે ત્રણ વખતની ઓલિમ્પિક ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મુકાબલો સરળ નહતો. દરેક લોકો જાણતા હતા કે ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવવી સરળ નથી. પરંતુ ભારતીય મહિલા ટીમે તમામ આશંકાઓને ધ્વસ્ત કરતા ઐતિહાસિક જીત મેળવી છે. તેણે મેડલની આશા પણ વધારી દીધી છે.
સેમિફાઇનલમાં પ્રવેશ કર્યા બાદ કરોડો ભારતીયોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. તમામ લોકો મહિલા ટીમને શુભેચ્છા આપી રહ્યાં છે. રાષ્ટ્રપતિ, ખેલ મંત્રી સહિત અનેક લોકો ટીમની આ સિદ્ધિ માટે પ્રશંસા કરી રહ્યાં છે.
ભારતીય ંટીમની ઓલિમ્પિકમાં શરૂઆત ખરાબ રહી હતી. ટીમને પોતાની પ્રથમ ત્રણ મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ત્યારબાદ ટીમે શાનદાર વાપસી કરતા પૂલ મેચમાં સતત બે જીત મેળવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.