Photos: સ્પેસ સ્ટેશન પર ફસાયેલા સુનિતા વિલિયમ્સને પાછા લાવવા માટે NASA પાસે 3 વિકલ્પ, ખાસ જાણો

Thu, 27 Jun 2024-8:46 am,

સુનિતા વિલિયમ્સે 13 જૂનના રોજ પૃથ્વી પર પાછા ફરવાનું હતું પરંતુ આજે 13 દિવસથી વધુ થઈ ગયા છે અને હજુ પણ તેઓ સ્પેસમાં ફસાયેલા છે. સુનિતા ક્યારે પૃથ્વી પર પાછા ફરશે તે અંગે નાસા જો કે હાલ તો કોઈ તારીખ કે સમય જણાવતું નથી. 

સુનિતા વિલિયમ્સ જે સ્ટારલાઈનર કેપ્સ્યુલમાં ગયા હતા તેમાં હીલિયમ લીક થવાના કારણે ખરાબી આવેલી છે. હીલિયમના લીકેજથી બંને એસ્ટ્રોનેટની વાપસીમાં અડચણ આવી છે. ટેન્શનવાળી વાત એ છે કે હવે ફક્ત 25 દિવસનું ફ્યૂલ જ બોઈંગ સ્ટારલાઈનર કેપ્સ્યુલમાં બચ્યું છે.   

હવે સવાલ એ છે કે સુનિતા અને તેમની સાથે ગયેલા બુચ વિલ્મોર પાછા કેવી રીતે આવશે? જો યાનનુ ફ્યૂલ ખતમ થઈ ગયું તો શું થશે અને નાસાનો હવે આગળ પ્લાન શું છે. આ ઉપરાંત અમેરિકા અને નાસા પાસે હવે શું વિકલ્પ બચ્યા છે. 

પહેલો વિકલ્પ- NASA પોતાના જૂના કોમર્શિયલ પાર્ટનર SpaceX ના ડ્રેગન-2 કેપ્સ્યુલને નવા રોકેટની મદદથી અંતરિક્ષમાં મોકલે. જેનાથી સુનિતા અને બુચ વિલ્મોર પાછા આવી શકે. બીજો વિકલ્પ એ છે કે અમેરિકા પોતાના એસ્ટ્રોનટ્સને બચાવવા માટે રશિયાનો સંપર્ક કરે. રશિયા હા પાડે તો તે સોયુજ સ્પેસક્રાફ્ટને સ્પેસ સ્ટેશન મોકલીને એસ્ટ્રોનટ્સને ધરતી પર લાવી શકે છે. 

ત્રીજો વિકલ્પ એ છે કે અમેરિકા પોતાના તમામ મતભેદો ભૂલીને ચીન પાસે મદદ માંગે. ચીન પોતાના શેનઝોઉ સ્પેસક્રાફ્ટને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલે. ત્યાંથી આ બંને એસ્ટ્રોનટ્સને લઈને પાછા ધરતી પર આવે. તેમાંથી બે વિકલ્પ એ છે કે જેના માટે અમેરિકાએ રશિયા અને ચીન સાથે વાત કરવી પડે. અમેરિકાના રશિયા અને ચીન સાથે હાલ જે પ્રકારના સંબંધો જોવા મળી રહ્યા છે તે તો જગજાહેર છે. હવે હાલ NASA પોતાના નવા પ્લાન પર કામ કરી રહ્યું છે.   

હ્યુસ્ટનમાં નાસા અને બોઈંગના એન્જિનિયર્સ સિમ્યુલેશન રન કરી રહ્યા છે. જેથી કરીને કેપ્સ્યુલને ઠીક કરી શકાય. સોફ્ટવેરને અપગ્રેડ કરાઈ રહ્યું છે. એન્જિનિયર સિમ્યુલેશન રન કરતા જોવા મળી રહ્યા છે કે શું સ્પેસ સ્ટેશન પર જ હાર્ડવેર બદલવાથી સમસ્યા ઉકેલાઈ શકે કે નહીં. જેવું નાસાનું ગ્રીન સિગ્નલ મળશે કે સ્ટારલાઈનરના થ્રસ્તર્સને ઓન કરવામાં આવશે. હાલ નાસા પોતાના નવા પ્લાન પર કામ કરી રહ્યું છે. આ પ્લાન કેટલો સફળ થાય છે તે આગામી કેટલાક દિવસોમાં સ્પષ્ટ થઈ જશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link