PM Modi US visit: અમેરિકાએ આપી 157 `રિટર્ન ગિફ્ટ`, ભારતના `અમૂલ્ય ખજાના`ની ઘર વાપસી, જુઓ PICS
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની સાથે 157 કલાકૃતિઓ અને પુરાવશેષ લઈને આવી રહ્યા છે. જેને ભારતીય ખજાનાની ઘર વાપસી પણ કહી શકાય. કારણ કે આ અગાઉ તે ભારતની જ સંપત્તિ હતી, જેને ચોરી કે તસ્કરી સ્વરૂપે અમેરિકા લઈ જવાયો. હવે આ કલાકૃતિઓ અને પુરાવશેષ ઈન્ડિયાને પાછા આપી દેવાયા છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું કે તેમાંથી મોટાભાગની કલાકૃતિઓ 11થી 14મી સદીની વચ્ચેની છે. જેમાં નટરાજ, ચોવીસ તીર્થકાશી, 12મી સદીની તીર્થકાશી, વિષ્ણુ, શિવના મુખ્યા, તારા, સ્થાયી ચાર સશસ્ત્ર કાંસ્ય વિષ્ણુ સહિત 157 કલાકૃતિઓ અને પુરાવશેષ સામેલ છે.
પ્રધાનમંત્રી મોદીએ આ કલાકૃતિઓ પરત કરવા બદલ અમેરિકાનો આભાર માન્યો. આ સાથે જ પ્રધાનમંત્રી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ચોરી, ગેરકાયદે વેપાર અને સાંસ્કૃતિક વસ્તુઓની તસ્કરીને રોકવાના પ્રયત્નો મજબૂત કરવા પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવી.
આ 157 કલાકૃતિઓ તથા વસ્તુઓમાં 10મી સદીની બલુઆ પથ્થરથી તૈયાર કરાયેલી દોઢ મીટરની મૂર્તિથી લઈને 12મી સદીની ઉત્કૃષ્ટ કાંસ્યની 6.5 સેન્ટીમીટર ઊંચી નટરાજની મૂર્તિ સામેલ છે. આ તમામ ઐતિહાસિક પણ છે.
આ ભેટમાં માનવરૂપી તાંબાની 2000 ઈ.પૂર્વ વસ્તુઓ કે અન્ય શતાબ્દીની ટેરાકોટા ફૂલદાન પણ છે. લગભગ 71 પ્રાચીન કલાકૃતિઓ સાંસ્કૃતિક છે. જ્યારે બાકીની નાની મૂર્તિઓ છે જેનો સંબંધ હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મ સાથે છે.
આ તમામ ધાતુ, પથ્થર અને ટેરાકોટાથી બનેલી છે. કાંસ્યની વસ્તુઓમાં લક્ષ્મી નારાયણ, બુદ્ધ, વિષ્ણુ, શિવ-પાર્વતી અને 24 જૈન તીર્થંકરોની ભંગીમાઓ સામેલ છે.
અનેક અન્ય કલાકૃતિઓ પણ સામેલ છે જેમાં ઓછી લોકપ્રિય કનકલામૂર્તિ, બ્રાહ્મી અને નંદીકેસા સામેલ છે.
પીએમઓએ કહ્યું કે આ દેશની પ્રાચીન કલાકૃતિઓ અને વસ્તુઓને દુનિયાના વિભિન્ન ભાગોમાંથી સ્વદેશ પાછું લાવવું એ કેન્દ્ર સરકારના પ્રયત્નોનો ભાગ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને તેમના દાદા પી વી ગોપાલન સંબંધિત જૂના નોટિફિકેશનની એક કોપી ભેટ કરી. આ નોટિફિકેશનમાં કમલા હેરિસના દાદાની ભારતમાં સરકારી સેવા દરમિયાનની જાણકારી છે.
અમેરિકી ઉપરાષ્ટ્રપતિના દાદા પી વી ગોપાલન એક વરિષ્ઠ અને સન્માનિત સરકારી અધિકારી હતા જેમણે ભારતીય પ્રશાસનિક સેવામાં અનેક મહત્વના પદો પર કામ કર્યું હતું. તેમણે ઉપરાષ્ટ્રપતિ હેરિસને ગુલાબી મીનાકારી શતરંજનો સેટ પણ ગિફ્ટ કર્યો. આ શતરંજના સેટ પર પ્રત્યેક ટુકડા પર જટિલ વિવરણથી જાણવા મળે છે કે આ સુંદર દસ્તકારી છે. ચમકીલા રંગ કાશીની જીવંતતાને દર્શાવે છે જે દુનિયાના સૌથી જુના શહેરોમાંથી એક છે.