Indian Railways: રેલવેએ કરોડો મુસાફરોને આપી ભેટ, ટિકિટ વગર ટ્રેનમાં થશે મુસાફરી

Thu, 23 Mar 2023-6:47 pm,

ભારતીય રેલવે દ્વારા એક નવું પગલું ભરવામાં આવ્યું છે. આમાં, તમે ડેબિટ કાર્ડ દ્વારા ટ્રેનનું ભાડું અથવા દંડ ચૂકવી શકો છો. એટલે કે, જો તમારી પાસે ટ્રેનની ટિકિટ નથી, તો તમે ટ્રેનમાં ચઢ્યા પછી તમે કાર્ડથી પેમેન્ટ કરીને તમારી ટિકિટ મેળવી શકો છો.

ઘણી વખત મુસાફરને કન્ફર્મ ટિકિટ મળતી નથી અને જવું અતિ જરૂરી હોય છે. આવી સ્થિતિમાં રેલવે દ્વારા ભારે દંડ ફટકારવામાં આવે છે. તમે આ પેનલ્ટી કાર્ડ દ્વારા ચૂકવી શકો છો.

રેલવે બોર્ડ અનુસાર, અધિકારીઓ પાસે પોઈન્ટ ઓફ સેલ (POS) મશીનોમાં 2G સિમ લગાવવામાં આવ્યા છે. જેના કારણે અંતરિયાળ વિસ્તારોમાં નેટવર્કની સમસ્યા છે પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ મશીનો માટે રેલવે દ્વારા 4જી સિમની સુવિધા શરૂ કરવામાં આવી છે.

રેલવેના નિયમો અનુસાર, જો તમારી પાસે આરક્ષિત ટિકિટ નથી અને તમારે ક્યાંક જવું હોય તો તમે પ્લેટફોર્મ ટિકિટ (Platform Ticket Rules) લઈને ટ્રેનમાં ચઢી શકો છો. આ પછી, તમે ટિકિટ ચેકર પાસે જઈ શકો છો અને પ્લેટફોર્મ ટિકિટ બતાવીને ટિકિટ મેળવી શકો છો. આ નિયમ ભારતીય રેલવે દ્વારા જ બનાવવામાં આવ્યો છે. તમારે પ્લેટફોર્મ ટિકિટ (Platform Ticket Rules) સાથે તરત જ TTEનો સંપર્ક કરવો પડશે. TTE તમારી ટિકિટ બનાવશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link