Indian Railways ની શાનદાર ભેટ! ટ્રેનમાં મળી રહી છે રેસ્ટોરન્ટથી લઈ શાવર સુધીની સુવિધા, જુઓ આંખો અંજાઈ તેવા Photo

Sun, 07 Nov 2021-6:25 pm,

આ વિશેષ ટ્રેન દિલ્હીથી અયોધ્યા, સીતામઢી, ચિત્રકૂટ, નાસિક અને રામેશ્વરમ સુધી જશે, જેમાં ભગવાન શ્રી રામ સાથે જોડાયેલા તમામ દાર્શનિક સ્થળોનો પણ સમાવેશ થાય છે. કુલ 16 દિવસની મુસાફરી કર્યા બાદ આ ટ્રેન 17માં દિવસે દિલ્હી પહોંચશે. આ દરમિયાન ટ્રેન દ્વારા લગભગ 7500 કિમીની યાત્રા પૂર્ણ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ટ્રેનની તમામ સીટો બુક થઈ ગઈ છે.

જો તમે પણ આ ટ્રેનમાં મુસાફરી કરવા માંગતા હો તો વિગતવાર માહિતી માટે મુસાફરો IRCTC વેબસાઇટ https://www.irctctourism.com પર જઈ શકે છે અને ઓનલાઈન બુકિંગ પણ કરી શકે છે. બુકિંગ સુવિધા અધિકૃત વેબસાઇટ પર પહેલા આવો પહેલા પાઓના ધોરણે ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે આ મોબાઈલ નંબરો 8287930202, 8287930299, 8287930157 પર સંપર્ક કરી શકાય છે.

આ વિશેષ પ્રવાસી ટ્રેન ભારત સરકારના પ્રવાસન મંત્રાલયની 'દેખો અપના દેશ' પહેલને અનુરૂપ સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ચલાવવામાં આવી રહી છે. જો આપણે પેકેજની વાત કરીએ તો IRCTCએ એસી ફર્સ્ટ ક્લાસની મુસાફરી માટે વ્યક્તિ દીઠ રૂ. 102095/- અને એસી સેકન્ડ ક્લાસની મુસાફરી માટે વ્યક્તિ દીઠ રૂ. 82950/- નક્કી કર્યા છે. આ ટૂર પેકેજની કિંમતમાં મુસાફરોને સ્વાદિષ્ટ શાકાહારી ભોજન, વાતાનુકૂલિત બસો દ્વારા પ્રવાસન સ્થળોની મુલાકાત, એસી હોટલમાં રહેવાની સગવડ, ગાઈડ અને ઈન્સ્યોરન્સ વગેરે ઉપરાંત રેલ મુસાફરી પણ આપવામાં આવશે.

IRCTC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ડીલક્સ એસી ટ્રેનમાં બે પ્રકારના કોચ છે - ફર્સ્ટ એસી અને સેકન્ડ એસી. સુરક્ષાની દ્રષ્ટિએ ટ્રેનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને દરેક કોચ માટે સુરક્ષા ગાર્ડની પણ વ્યવસ્થા છે. ટ્રેનમાં બે ડાઇનિંગ રેસ્ટોરન્ટ, આધુનિક રસોડું, કોચમાં શાવર રૂમ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link