Indian Railways: અમદાવાદ સહિત આ શહેરોના રેલવે સ્ટેશન એરપોર્ટને મારશે ટક્કર, તસવીરો જોઈને કહેશો વાહ

Wed, 26 Jul 2023-11:57 am,

કેન્દ્રએ જાહેરાત કરી હતી કે 4700 કરોડ રૂપિયાના ખર્ચથી નવી દિલ્હી રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવશે. રાષ્ટ્રીય રાજધાનીનું આ સ્ટેશન દરરોજ એવરેજ 3.6 મિલિયન યાત્રિકોને સંભાળે છે. 

બેંગલુરૂમાં ઘણી વિકાસ પરિયોજનાઓમાં બેંગલુરૂ છાવની રેલવે સ્ટેશનનો પુનર્વિકાસની યોજના છે. 480 કરોડના ખર્ચે સ્ટેશનની કાયાકલ્પ કરવામાં આવશે. 

રેલવે સ્ટેશનને વધુ આધુનિક અને અદ્યતન બનાવવા માટે છત્રપતિ શિવાજી ટર્મિનસનું પણ નવીનીકરણ કરવામાં આવશે. નોંધપાત્ર રીતે, આ વિકાસ રૂ. 18,000 કરોડનો છે.

સાબરમતી, મણિનગર, ચાંદલોડિયા અને અસારવા જેવા અન્ય સ્ટેશનોની સાથે અમદાવાદ જંકશન રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ એપ્રિલના અંત સુધીમાં શરૂ થવાની સંભાવના છે.

ભારતીય રેલવેની દક્ષિણ રેલવે શાખાએ શહેરના બીજા સૌથી મોટા સ્ટેશનની ઓળખ કરી છે જેને આધુનિક સુવિધાઓ સાથે આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સમકક્ષ વિકસાવવામાં આવશે.

સરકારે ઉદયપુર રેલવે સ્ટેશનના પુનર્વિકાસ માટે 354 કરોડ રૂપિયા મંજૂર કર્યાં છે. સ્ટેશનનું નવીનીકરણ પાંચ તબક્કામાં કરવામાં આવશે. આ કામ 3 વર્ષમાં પૂર્ણ થવાની આશા છે. 

વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશન દરરોજ 15,000 મુસાફરોને હેન્ડલ કરી શકે તે માટે 446.41 કરોડ રૂપિયાના રોકાણ સાથે વિકસાવવામાં આવનાર છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link