FIRST INDIAN WOMEN WRESTLER: WWE માં ભારતની `લેડી ખલી` એ મચાવી ખલબલી, જાણો દેશની પહેલી મહિલા રેસલરની કહાની
ભારત દેશમાં મહિલા આજે ન પુરૂષ સમોવડી છે પરંતું તેનાથી પણ ચાર કદમ આગળ છે. મહિલાઓ ફકત ઘરની ચાર દિવાલોમાં જ રહે તે છાપને વર્ષો પહેલા પાછળ મૂકીને દેશની મહિલા આજે અવકાશ સુધી પહોંચી છે. દેશની સુરક્ષાથી લઈને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સુધી મહિલાઓને ડંકો વાગ્યો છે. ત્યારે આવી જ એક મહિલા છે જે વર્ષોથી પુરૂષના કહેવાતા ક્ષેત્રમાં નામ રોશન કર્યું છે અને તે છે WWEમાં ભાગ લેનારી ભારતની પ્રથમ મહિલા પહેલવાન કવિતા દેવી...
કવિતા દેવી ભારતની નામાંકિત મહિલા પહેલવાન છે જેને આ રમતને પોતાનામાં સમાવી દીધી છે. કવિતા દેવી જ્યારે રિંગમાં ઉતારતા જ જીતવાનો જુસ્સો રાખે છે.પહેલવાનીની રમત પહેલાથી પુરૂષોનું ક્ષેત્ર ગણવામાં આવતું હતું તે ક્ષેત્રમાં ન માત્ર કવિતા ઘૂસી પરંતું જવલંત સફળતા પણ મેળવી.
ભારતની પહેલી મહિલા રેસલર કવિતાનો જન્મ 20 સપ્ટેમ્બર ,1983માં હરિયાણાના એક નાનકડા ગામમાં થયો હતો. જ્યા પ્રાથમિક સુવિધાઓ મેળવવી મુશ્કેલ હોય ત્યા મહિલા એથ્લેટને કઈ રીતે સુવિધા મળે તેની કલ્પના કરી શકાય છે. કવિતાના પિતા પોલીસ અધિકારી હતા તો માતા ગૃહિણી હતી. કવિતા દેવી તરીકે ઓળખાયું તે પહેલા તેઓ કવિતા દલાલ હતા. કવિતાએ તેનું પ્રાથમિક શિક્ષણ ગામમાં જ મેળવ્યું. ઝુલાનામાં ગર્લ્સ સિનીયર સેક્રેન્ડરી સકુલમાં તેણે અભ્યાસ કર્યો. કવિતાએ લૉ માર્ટિનિયર યુનિવર્સિટી લખનઉમાં વર્ષ 2004માં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી.કવિતાએ તેની કોલેજ દરમિયાન વેઈટ લિફ્ટિંગમાં અને માર્શલ આર્ટમાં રાષ્ટ્રીય સ્તરે ચેમ્પિયન રહી. 20 વર્ષની ઉમરે કવિતા પોતાના ભાઈ સંદીપની સલાહ પર ભારત્તોલન એકેડેમીમાં ટ્રેનિંગ લીધી. ત્યારબાદ હરિયાણાના ફરિદાબાદમાં ટ્રેનિંગ લીધી. વર્ષ 2007માં કવિતા રાષ્ટ્રીય સ્તરે વેઈટ લિફ્ટિંગમાં ચેમ્પિયન રહી.
કવિતાએ વર્ષ 2008માં રમત કોટાના કારણે BSFમાં કોન્સ્ટેલની નોકરી મેળવી. નોકરી મેળવ્યા બાદ કવિતાને પ્રમોશન મળશે તેવું કેન્દ્ર સરકાર તરફથી માત્ર આશ્વાસન મળતું હતું જેથી તે નિરાશ હતી. ત્યારે કવિતાએ SSBમાં ઉપ નિરીક્ષકના પદ માટે વર્ષ 2010માં વેઈટ લિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લેવા માટે મનાઈ કરી દીધી. નારાજ કેન્દ્ર સરકારે કવિતા પર પ્રતિબંધ લગાવી દીધો. પ્રતિબંધ લાગવાના કારણે કવિતા રશિયામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ ન લઈ શકી. કવિતાએ પછી ભારતીય પહેલવાન અને કોચ ધ ગ્રેટ ખલીની કંપની 'કોન્ટિનેન્ટલ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ'માં કામ કરવાનું શરૂ કર્યું.
કવિતા રિંગમાં 'હાર્ડ કેડી' નામથી ફાઈટ કરે છે. કવિતાએ ખ્યાતનામ પહેલવાન બીબી બુલ બુલને ધોબી પછાડ આપી હતી. કવિતા પાવર લિફ્ટિંગમાં સુવર્ણ પદક જીતી ચૂકી છે. કવિતાએ અસમમાં દક્ષિણ એશિયાઈ ખેલમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. કવિતાએ વર્ષ 2009માં ઉત્તર પ્રદેશના બાગપતના ગૌરવ તોમરે સાથે લગ્ન કર્યા. ગૌરવ તોમર એક વોલિબોલ પ્લેયર છેય ગૌરવે તેની પત્નીને ઘણો સપોર્ટ કર્યો જેની મદદથી કવિતાને સફળતા મળી. કોઈ મહિલાને રેસલિંગમાં યુવતીઓ અને યુવકો સાથે લડવું તે પણ હરિયાણા રાજ્યમાં તે બહુ મોટી વાત કહેવાય.
11 જૂન 2016માં લાઈવ ઈવેન્ટમાં કવિતાએ CWE રિંગમાં ડેબ્યૂ કર્યું. કવિતાએ ત્યારે બી.બી. બુલબુલના ચેલેન્જનો સ્વીકાર કર્યો હતો. વર્ષ 2016માં એક વીડિયો વાયરલ થયો જેમાં કવિતા દેવી સલવાર કમીઝમાં લડવા પહોંચ્યા હતા અને રેસલર બુલબુલની પીટાઈ કરી હતી.