વરસતા વરસાદમાં રમણિય સ્થળે ફરવા જવા માટે આ 10 જગ્યા છે સૌથી વધુ ફેવરિટ
રાજસ્થાન પોતાના રણપ્રદેશ માટે દેશ વિદેશના સહેલાણીઓમાં પ્રિય છે. અહીં પ્રાચીન કિલ્લા સહિત એનક એવી સુંદર જગ્યાએ છે જે ચોમાસામાં બેસ્ટ ડેસ્ટિનેશનમાં સ્થાન મેળવે છે. જયપુર, ઉદયપુર, જોધપુર અને જૈસલમેર જેવા શહેર ચોમાસાના વરસાદમાં નહાઈને જાણે કે વધુ સુંદર બની જાય છે. દિલ્લી-એનસીઆરમાં રહેનારા લોકો પણ અહીં ઓછા બજેટની ટ્રીપ કરવાનું ચૂકતા નથી.
વિવિધ વનસ્પતિનો ખજાનો, બાયોલોજિકલ ડાયવર્સિટી અને ગ્રામિણ જીવનની સુંદરતા કેરળ આવનારા પ્રવાસીઓમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. દરિયાકાંઠે એક રમણિય સાંજ અને હોડીની સવારી તમને ખૂબ જ અદભૂત અનુભવ કરાવશે.ચોમાસામાં કેરળ ફરવા માટે દર વર્ષે દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે અને આ સુંદર વાતાવરણની મજા માણે છે.
કુર્ગ, કર્ણાટકના દક્ષિણ-પશ્વિમ ભાગમાં પશ્વિમ ઘાટની પાસે એક પહાડ પર આવેલો જિલ્લો છે. કુર્ગ દરિયાઈ કાંઠાથી અંદાજિત 9 હજાર મીટરથી 1715 મીટરની ઉંચાઈ પર આવેલુ છે. આ જગ્યાને ભારતનું સ્કોટલેન્ડ પણ કરવામાં આવે છે. અહીં દુબ્બારે એલીફન્ટ કેમ્પ, તલ કાવેરી, કુક્કે સુબ્રમણ્યમ, કાસરગોડ અને કન્નૂર જેવા અન્ય સુંદર ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પણ છે. ચોમાસામાં આ જગ્યાએ તેની સુંદરતાની તમામ હદ પાર કરી નાખે છે.
પોતાની અંદર અદભૂત સુંદરતા સમાવીને બેઠેલુ લદ્દાખ તમામ સીઝનમાં ટૂરિસ્ટ માટે હોટ ફેવરિટ છે. પહાડી વિસ્તાર, ગતિશીલ હવા, બરફ અને પ્રકૃતિના સૌંદર્ય વચ્ચે અહીં તમને લાગશે કે ધરતી પર કદાચ જ આનાથી વિશેષ શાંતિવાળી અને સુંદર કોઈ જગ્યા હશે. જો તમે વરસાદમાં આખે આખાં ભિંજાઈ જવાના શોખીન છો તો એક વખત ચોમાસામાં લદ્દાખ જવા જેવું છે.
પહાડોથી ઘેરાયેલુ મેઘાલય વાદળોના ઘર તરીકે ઓળખાય છે. નદીઓની હાજરી, સુંદર વહેતા ઝરણા, ચમકતી પર્વત પરની ધારા અને પર્વતોના ઉપરથી લીલોતરીનો અદભૂત નજારો મેઘાલયની સુંદરતામાં વધારો કરે છે. વરસાદની સીઝનમાં આ જગ્યા જાણે કે ન્હાઈને વધુ તાજી થઈ જાય છે, તેથી ચોમાસામાં આ વાદળોના ઘરની મુલાકાત અચૂક લેવા જેવી છે.
ચાના બગીચાઓથી ઘેરાયેલું દાર્જિંલિંગ પશ્વિમ બંગાળમાં આવેલુ છે. જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે અહીં પર્વતો પર સવારના સમયે ધુમ્મસની ચાદર છવાયેલી હોય છે. ચાના પાંદડાઓની સુગંધ ચારેય તરફ હવામાં ફેલાઈ જાય છે. દાર્જિલિંગમાં મોલ રોડ પર ઠંડી હવા અને વરસાદના છાંટા વચ્ચે ચાની ચુસ્કી લેવાનો એક શાનદાર અનુભવ છે.
પુડુચેરીમાં ચોમાસુ વીતાવવુ ફ્રેન્ચ રિવેરા ફરવા જેવુ છે. ચોમાસાના આ મહિનાઓમાં દરિયાકાંઠાના શહેરમાં સતત વરસાદ વરસે છે. અહીંના સુંદર દરિયાઈ બીચ પર થોડો સમય વીતાવવાથી સૂકૂન મળે છે.
મુંબઈથી ગોવા સુધી દક્ષિણ તરફ ચાલવવાળી એક તટરેખા કોંકણ તટ તરીકે ઓળખાય છે. સુંદર દરિયાકાંઠા માટે આ જગ્યા જાણીતી છે. દરિયાકાંઠો, લીલાછમ્મ ખેતર, રોલિંગ હિલ્સ અને કિલ્લાના ખંડેર આ જગ્યાને વધુ સુંદર બનાવી દે છે. લીલા રંગની મોટી ચાદરમાં લપાટાયેલી આ જગ્યા ચોમાસામાં જોવા જેવી છે.
અસમના જોરહાટ જિલ્લામાં દુનિયાનો સૌથી મોટો નદી દ્વીપ છે. માજુલી સદીઓથી સાંસ્કૃતિક કેન્દ્ર રહ્યું છે. જો તમે આવી જગ્યાઓને જોવાના શોખીન છો તો ચોમાસામાં તેની સુંદરતાને જોવા જેવી છે.