Photos : વર્લ્ડ ફેમસ છે આ 5 શહેરોનું દશેરા સેલિબ્રેશન, લાખોની ભીડ ઉમટે છે
ભારતમાં એકમાત્ર બસ્તરમાં 75 દિવસો સુધી દશેરા ઉજવવામાં આવે છે. ખાસ વાત તો એ છે કે, અહીં દશેરા ઉજવ્યા બાદ રાવણને બાળવામાં નથી આવતો. તેનું કારણ એ છે કે, બસ્તરના લોકો દશેરાના દિવસે મા દંતેશ્વરીની પૂજા કરે છે. ભવ્ય રથ તૈયાર કરીને નવરાત્રિના દિવસે માતાની ચોકી નીકળે છે. શ્રાવણના હરિયાલી અમાસથી શરૂ કીરને દશેરા સુધી આ તહેવાર ઉજવવામાં આવે છે.
મૈસૂરના દશેરાને દેશનો સૌથી મોટો દશેરા પણ કહી શકાય છે. વિજયાદશમીના દિવસે મૈસૂરનો રાજ દરબાર સામાન્ય લોકો માટે ખોલી દેવાય છે. જ્યાં જમ્બુ સવારી નીકળે છે. આ સવારીમાં પ્રાચીનકાળમાં બેલ બહુ જ સુંદર હૌદા નીકળે છે. જેનું નામ ગજરાજ હોય છે. આ ઉત્સવને મૈસૂરમાં અમ્બરાજ પણ કહેવાય છે. આ હોદ્દા પર મા ચામુંડેશ્વરી દેવીની સવારી નીકળે છે. આ જુલુસ મૈસૂર મહેલથી શરૂ થઈને બનીમન્ટપ પર પુરુ થાય છે. જ્યાં લોકો ખીજડાના વૃક્ષની પૂજા કરે છે. માનવામાં આવે છે કે, પાંડવોએ એક વર્ષના ગુપ્તવાસ દરમિયાન પોતાના હથિયાર આ વૃક્ષની અંદર છુપાવ્યા હતા અને કોઈ પણ યુદ્ધ કરતા પહેલા પહેલા તેઓ આ વૃક્ષની પૂજા કરતા હતા.
હિમાચલની સુંદર વાદીઓની વચ્ચે કુલ્લુ દશેરા બહુ જ ફેમસ છે. હિમાચલમાં દશેરાનો તહેવાર કંઈક અલગ અંદાજમાં જ ઉજવવામાં આવે છે. આ તહેવારની અહીં દશમીનો તહેવાર કહેવાય છે. તે રોગ મુક્તિ માટે ઉજવવામાં આવે છે. જૂની માન્યતાઓ અનુસાર, કુલ્લુના રાજા, અયોધ્યાથી ભગવાન રઘુનાથની પ્રતિમા લઈને આવ્યા હતા. તેમને સ્થાપિત કરીને તેની પૂજા અર્ચના કરવાથઈ તેમના તમામ રોગ અને કષ્ટ દૂર થયા હતા. તેના બાદથી અહીં દર વર્ષે ભગવાન રઘુરામને સમર્પિત દશેરા ઉજવવામાં આવે છે.
ઉમંગ અને ઉત્સાહની ધૂમ તો કોટાના દશેરામાં પણ દેખાય છે. ચંબરના કિનારે આવેલ કોટામાં દશેરાના દિવસે રાવણ અને તેના ભાઈ કુંભકર્ણની સાથે મેઘનાદ અને અન્ય સેનાઓનું સૌથી મોટું પૂતળું બનાવવામાં આવે છે. તેના બાદ દશેરાના દિવસે તેનું દહન કરવામાં આવે છે. આ ઉપરાંત નવરાત્રિના 9 દિવસ રામલીલાનું મંચન પણ કરવામાં આવે છે.
મેંગલોરનો દશેરા બહુ જ ખાસ હોય છે. કારણ કે અહીં ટાઈગર અને રીંછ ડાન્સ થાય છે, જેને જોવા માટે લાખો લોકો આવતા હોય છે.