નાસિક રેલવે સ્ટેશન પર ખુલ્યું ઓક્સિજન પાર્લર, ખાસિયત જાણવા કરો ક્લિક

Mon, 23 Dec 2019-5:12 pm,

નાસિક ઓક્સિજન પાર્કમાં આવવા માટે કોઈ ચાર્જ નથી આપવો પડતો. અહીં આવીને લોકો શુદ્ધ વાતાવરણનો અનુભવ લઈ શકે છે. 

 

નાસિકના રેલવે પ્લેટફોર્મ પર બનેલા આ ઓક્સિજન પાર્કમાં લોકો શુદ્ધ હવા લેવા માટે આવે છે. 24 કલાક ઓક્સિજન દેતા પ્લાન્ટ આ પાર્લરની ખાસિયત છે. 

 

રેલવે પ્રશાસનનું માનવું છે કે પ્લેટફોર્મ પર બનેલા ઓક્સિજન પાર્કથી લોકોની પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધશે. આના કારણે રેલવેની આવક પણ વધશે. 

 

નાસાએ એવા 38 પ્લાન્ટનું લિસ્ટ જાહેર કર્યુ છે જે ઓક્સિજન છોડે છે. આમાંથી 18 પ્લાન્ટ ભારતમાં જોવા મળે છે જેમાં પીપળાના ઝાડનો, વડના ઝાડનો તેમજ તુલસીનો સમાવેશ થાય છે. 

 

લોકો નિયમિત રીતે આ ઓક્સિજન પાર્લરની મુલાકાત લે છે અને લોકોને આ કન્સેપ્ટ બહુ પસંદ પડ્યો છે. 

ઓક્સિજન પાર્લર પ્રોજેક્ટ પર કામ કરી રહેલા સુમિત અમૃતકરે કહ્યું છે કે હવાના પ્રદૂષણને ઘટાડવામાં વૃક્ષો બહુ મદદ કરે છે. 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link