PM મોદીની વિદેશ નીતિનો જબરદસ્ત પરચો મળ્યો પાકિસ્તાનને, ઈસ્લામિક દેશોમાં વધ્યો ભારતનો પ્રભાવ

Thu, 20 Aug 2020-2:13 pm,

અત્યાર સુધામાં છ મુસ્લામિક દેશોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આપીને સન્માનિત કર્યા છે. 2016માં સાઉદી અરબે પીએમ મોદીને પોતાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કિંગ અબ્દુલ અઝીઝ સૈશ અવોર્ડ (King Abdulaziz Sash Award) આપ્યો હતો. યુએઈએ 2019માં પીએમ મોદીને દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ઝાયદથી સન્માનિત કર્યા હતાં. એ જ રીતે 2019માં  બહેરીન અને માલદીવ, 2018માં પેલેસ્ટાઈન અને 2016માં અફઘાનિસ્તાન પણ પીએમ મોદીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરી ચૂક્યા છે. આ બધા સન્માન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઈસ્લામિક દેશો સાથેના નીકટ સંબંધો દર્શાવે છે. 

જેનાથી એકદમ અલગ પાકિસ્તાનને ભારત વિરોધી નિવેદનોને કારણે આંતરરાષ્ટ્રીય મંચો  પર હવે સાઈડલાઈન કરવામાં આવી રહ્યું છે. હાલમાં જ પાકિસ્તાનને સાઉદી અરબના હાથે અપમાનના ઘૂંટડા પીવા પડ્યાં. જ્યારે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પાક સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાને મળવાની જ ના પાડી દીધી. બાજવા અને આઈએસઆઈ પ્રમુખ નારાજ થયેલા સાઉદી અરબને મનાવવા માટે બે દિવસ સુધી રિયાધમાં પડ્યા રહ્યાં હતાં પરંતુ ક્રાઉન પ્રિન્સે તેમની સાથે મુલાકાત સુદ્ધા ન કરી. 

પાકિસ્તાન અને સાઉદી અરબના સંબંધોમાં આવેલી ખટાશ ઈસ્લામિક દુનિયામાં બદલાતા સમીકરણોનું પ્રતિક છે. ખાસ કરીને દુનિયામાં 53 દેશો એવા છે જ્યાં ઈસ્લામ સૌથી મોટો ધર્મ છે. આ દેશોમાં સાઉદી અરબ સૌથી શક્તિશાળી ગણાય છે. જેના પ્રમુખ 3 કારણ છે. પહેલું કારણ એ છે કે સાઉદી અરબની પાસે દુનિયાનો 18 ટકા ઓઈલ ભંડાર છે. બીજું કારણ છે અરબ દેશો વચ્ચે તેની અર્થવ્યવસ્થા ખુબ મજબુત છે અને ત્રીજું તથા સૌથી મહત્વનું કારણ છે મક્કા અને મદીના. કતાર, કુવૈત અને ઈરાકને બાદ કરતા સાઉદી અરબ અરબ લીગના અન્ય તમામ દેશો સાથે લગભગ સારા સંબંધ ધરાવે છે. દુનિયાના 20 ટકા મુસ્લિમો આ અરબ દેશોમાં રહે છે. 

હવે બદલાઈ રહ્યાં છે હાલાત પાકિસ્તાન પણ ઈસ્લામિક સહયોગ સંગઠન (OIC)નો સભ્ય છે. તે ઈન્ડોનેશિયા બાદ મુસ્લિમ વસ્તીના મામલે દુનિયામાં બીજા સ્થાને છે તથા પરમાણુ શક્તિવાળું એકમાત્ર ઈસ્લામિક રાષ્ટ્ર છે. આ જ કારણે અનેક ઈસ્લામિક દેશો પાકિસ્તાન વિરુદ્ધ જવાની હિંમત કરતા નથી અને તેનું સમર્થન કરે છે. જો કે હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. ભારતના મુદ્દે સાઉદી અરબ અને પાકિસ્તાન હવે આમને સામને આવી ગયા છે. ક્રાઉન પ્રિન્સે તો પાકિસ્તાનને મળવાનો પણ ઈન્કાર કરી દીધો છે. 

હકીકતમાં પાકિસ્તાન ઈચ્છે છે કે કાશ્મીર મુદ્દે સાઉદી અરબ તેના સૂરમાં સૂર મિલાવે, પરંતુ સાઉદી અરબ તેના માટે તૈયાર નથી. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ આ મુદ્દે સાઉદી અરબ માટે આકરા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. ત્યારબાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ફૂટ પડી.   

ભારત વિરોધી એજન્ડાને નથી મળ્યું સમર્થન કુરૈશીના નિવેદનો બાદ સાઉદી અરબે પાકિસ્તાનને 7500 કરોડ રૂપિયા પાછા આપવા જણાવ્યું જે લોન તરીકે આપ્યા હતાં અને પાકિસ્તાને આ માટે ચીન સામે ઝોળી ફેલાવી દીધી. 2018માં પાકિસ્તાનની અર્થવ્યવસ્થા બચાવવા માટે સાઉદી અરબે તેને 46000 કરોડ રૂપિયાની લોન આપી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે સાઉદી અરબે પાકિસ્તાનને 7500 કરોડ રૂપિયાનો બીજો હપ્તો આપવા જણાવ્યું છે. 

ઈમરાન ખાનને હજુ પણ આશા  ભારત વિરોધી એજન્ડાને નથી મળ્યું સમર્થન ભારત માટે આ એક મોટી કૂટનીતિક જીત છે કારણ કે પહેલીવાર એવું બન્યું છે કે અરબ રાષ્ટ્રે કાશ્મીર મુદ્દે ભારતનું સમર્થન કર્યું છે. પાકિસ્તાન કાશ્મીરના માધ્યમથી પોતાના ભારત વિરોધી એજન્ડાને આગળ વધારવા માટે ઓઆઈસીની ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં પણ નિષ્ફળ ગયું છે. ભારતે પાકિસ્તાનને અરબ બ્લોકથી અલગ કરવામાં સફળતા મેળવી છે. જે હવે ભારતની સાથે એક ચટ્ટાનની જેમ ઊભું છે. આ ઘટનાક્રમે પાકિસ્તાનને હચમચાવી દીધુ છે. 

પાકિસ્તાન સેનાના પ્રમુખ અને આઈએસઆઈ પ્રમુખને સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે સાઉદી અરબ મોકલવામાં આવ્યાં હતાં પરંતુ તેઓ ખાલી હાથે પાછા ફર્યા. વિશેષજ્ઞોનું માનવું છે કે પાકિસ્તાન ઈસ્લામી દુનિયાના નેતા તરીકે ઊભરી આવ્યાં.   

ઈમરાન ખાનને હજુ પણ આશા  જો કે એક ઈન્ટરવ્યુંમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને દાવો કર્યો કે સાઉદી  અરબ સાથે તેમના સંબંધ હજુ પણ મજબૂત છે અને તેઓ મુસ્લિમ દુનિયાને જોડવાની કોશિશ કરી રહ્યાં છે. ઈમરાન ખાનનું કહેવું છે કે સાઉદી અરબની સાથે અમારા સંબંધોમાં ખટાશની ખબરો સંપૂર્ણ રીતે ખોટી છે. તેમણે એમ પણ કહ્યું કે કાશ્મીર મુદ્દે અમારું માનવું છે કે ઓઆઈસીએ આગળ વધવું જોઈતું હતું. સાઉદી અરબની પોતાની વિદેશ નીતિ છે અને અમે એમ ન વિચારી શકીએ કે જે અમે ઈચ્છીએ છીએ તેવું જ તે કરે. 

પાકિસ્તાન પર હાલ 43 લાખ કરોડ  રૂપિયાનું આંતરરાષ્ટ્રીય દેવું છે. જે તેના જીડીપીના 90 ટકા છે. પાકિસ્તાન દર વર્ષે 1.60 લાખ કરોડ રૂપિયા વ્યાજ ભરે છે. આવામાં ઈસ્લામિક દેશોનું સમર્થન ગુમાવવાની પાકિસ્તાને મોટી કિંમત ચૂકવવી પડે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link