Indian Railway: દેશના સૌથી અનોખા રેલ્વે સ્ટેશનો, જેનું નામ પણ નથી; કારણ પણ છે રસપ્રદ
ભારતમાં હજારો રેલવે સ્ટેશન છે, પરંતુ શું તમે જાણો છો કે એવા બે સ્ટેશન છે જેનું કોઈ નામ નથી? આ આશ્ચર્યજનક રેલ્વે સ્ટેશન પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં આવેલા છે.
પહેલું સ્ટેશન પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લામાં આવેલું છે, જે રૈના અને રાયનાગઢ નામના બે ગામોની વચ્ચે બનેલું છે. શરૂઆતના દિવસોમાં આ સ્ટેશનનું નામ રાયનગર હતું.
પરંતુ રૈના ગામના લોકોએ તેનો વિરોધ કર્યો, કારણ કે સ્ટેશન રૈના ગામની જમીન પર આવેલું હતું. આ વિવાદને કારણે રેલવેએ આ સ્ટેશનનું નામ હટાવી દીધું અને ત્યારથી આ સ્ટેશન નામ વગરનું છે.
બીજું સ્ટેશન ઝારખંડમાં આવેલું છે, જે રાંચીથી તોરી જતી રેલ લાઇન પર છે. તેનું નામ બડકીચંપી થવાનું હતું.
પરંતુ કામલે ગામના લોકોના વિરોધને કારણે તેનું નામ આપી શકાયું નથી. જેના કારણે આ સ્ટેશન પણ નામ વગરનું રહી ગયું છે.
આ બે સ્ટેશનોના નામ ન હોવાને કારણે મુસાફરોને ખાસ કરીને જ્યારે તેઓ ટિકિટ બુક કરાવે છે અથવા સ્ટેશનને ઓળખવાનો પ્રયાસ કરે છે ત્યારે ઘણી અસુવિધાનો સામનો કરવો પડે છે.