રણને ચીરીને નીકળશે આ એક્સપ્રેસ વે, એકવાર જામનગરથી ગાડી ઉપડી તો સીધી પંજાબ પહોંચશે
હવે સડક માર્ગે ગુજરાતથી પંજાબ જવું સરળ બનશે, આ કામ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) કરશે. હકીકતમાં, NHAI દ્વારા ભારતના બીજા સૌથી લાંબા અમૃતસર-જામનગર એક્સપ્રેસવે પર કામ પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે. અમૃતસર-જામનગર એક્સપ્રેસ-વે આવતા વર્ષ સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. આ એક્સપ્રેસ વે દ્વારા 4 રાજ્યોની કનેક્ટિવિટી સુધરશે. જેમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ગુજરાતનો સમાવેશ થાય છે. એક્સપ્રેસ વેના નિર્માણથી આ ચાર રાજ્યોને ફાયદો થશે.
NHAI ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ અમૃતસર-જામનગર એક્સપ્રેસ વેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ હાઈવેનો 915 કિમીનો હિસ્સો ગ્રીનફિલ્ડ એલાઈનમેન્ટના આધારે બનાવવામાં આવશે. તેમાં 4 થી 6 લેન હશે. બાકીના ભાગને નેશનલ હાઈવેથી અપગ્રેડ કરવામાં આવી રહ્યો છે. આ એક્સપ્રેસ વેનું નિર્માણ કાર્ય 2019માં શરૂ થયું હતું. એવું માનવામાં આવે છે કે આ એક્સપ્રેસ વેનું કામ આવતા વર્ષ સુધીમાં પૂર્ણ થઈ જશે અને રોડ પરની કામગીરી પણ શરૂ થઈ જશે.
માર્ગ અકસ્માતોને રોકવા માટે આ એક્સપ્રેસ વે પર અદ્યતન ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી રહી છે. હાલમાં, હાઇવે પર 120 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે વાહન ચલાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. દરેક કિલોમીટરે ઈમરજન્સી કોલ બોક્સ બનાવવામાં આવશે. અકસ્માત અથવા કટોકટીના કિસ્સામાં, એમ્બ્યુલન્સ તરત જ આવશે.
એક્સપ્રેસ વેના નિર્માણથી અમૃતસર અને જામનગર વચ્ચેનું અંતર ઘટીને માત્ર 1256 કિમી થઈ જશે, જે હાલમાં 1430 કિમી છે. આ સાથે 26 કલાકની મુસાફરી ઘટીને 13 કલાક થઈ જશે. અમૃતસરથી જામનગરનું અંતર 1516 કિલોમીટર છે. જેના પર મુસાફરી 26 કલાકમાં પૂર્ણ થાય છે. પરંતુ, આ એક્સપ્રેસવે બનવાથી 216 કિલોમીટરનું અંતર ઓછું થઈ જશે અને અમૃતસરથી જામનગરની મુસાફરી 13 કલાકમાં પૂર્ણ થઈ શકશે.
વર્ષ 2019 માં આ એક્સપ્રેસ વેનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. NHAI દ્વારા ભારતના બીજા સૌથી લાંબા અમૃતસર- જામનગર એક્સપ્રેસવે પર કામ પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે. અમૃતસર-જામનગર એક્સપ્રેસ-વે આવતા વર્ષ સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. રોડ પરની કામગીરી પણ આટોપી લેવાશે.