Photos : દેશના સૌથી લાંબા વ્યક્તિની હિપ રિપ્લેસમેન્ટ સર્જરી અમદાવાદની હોસ્પિટલમાં કરાઈ
સીનિયર જોઈન્ટ રિપ્લેસમેન્ટ ડો. અતીત શર્માએ જણાવ્યું કે, ધર્મેન્દ્ર સિંઘની તમામ તકલીફો દૂર કરી દેવાઈ છે. આખરે તેમનું ઓપરેશન સફળ રહ્યું. ડોક્ટર્સે જણાવ્યું કે, તેમનું કદ લાંબુ હોવાને કારણે ઓપરેશન ટેબલ તથા બેડની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. હવે ઓપરેશન બાદ દેશની સૌથી લાંબી વ્યક્તિ એકવાર ફરીથી પોતાના પગ પર ઉભા રહી શકશે. હોસ્પિટલ દ્વારા તેમનું ઓપરેશન એકદમ ફ્રી કરવામાં આવ્યું છે.
ધર્મેન્દ્ર સિંઘે લખનઉની અનેક હોસ્પિટલના ચક્કર કાપ્યા, પરંતુ તેમની સારવાર ન થઈ શકી. તેઓ ઓછા ખર્ચમાં પોતાની સારવાર કરાવવા માંગતા હતા. આ વચ્ચે અમદાવાદની કેડી હોસ્પિટલમાં સંપર્ક કરતા તેમનું ઓપેરશન કરવામાં આવ્યું છે.
ડેકી હોસ્પિટલના તબીબે જણાવ્યું કે, રુટિન હિપ રિપ્લેસમેન્ટ જલ્દી થઈ જાય છે. પણ ધર્મેન્દ્ર સિંઘના ઓપરેશનનું પ્લાનિંગ કરવાથી લઈને ઈમ્પ્લાન્ટની બધી વસ્તુઓ એરેન્જ કરતા થોડી વાર લાગી. ચેન્નાઈથી સામાન મંગાવવો પડ્યો. ધર્મેન્દ્રસિંહના ઘરમાં 8 સભ્યો છે. જે તમામની હાઈટ વધુ છે. તેમના પિતાની 6 ફૂટ, તેમના નાનાની ઊંચાઈ 7.6 ફૂટ હતી. ધર્મેન્દ્રસિંહને ચંપલ 20 નંબરના જોઈએ છે. તેમના કપડા માટે 10 મીટર કાપડની જરૂરિયાત પડતી હોય છે. તેમનો માસિક ખર્ચ જ 30-35 હજાર થઇ જાય છે.