આ તોપોથી બહાદુર સિપાઈ પણ થરથર કાંપતા, જાણો કઈ છે દેશની ટોપ-10 તોપ
અંગ્રેજોએ ઇ.સ.1782માં બીલીમોરા ઉપર હુમલો કર્યો હતો.તે પારસીઓએ જંબુરા તોપમાંથી બંદર ઉપરથી અંગ્રેજો પર વળતો વાર કર્યો હતો.જંબુરા તોપના પ્રહાર સામે ગભરાઈને અંગ્રેજો વાહણ છોડીને ભાગ્યા હતા.જેથી જબુરા તોપ આજે પણ બીલીમોરામાં સચવાયેલી છે. (પ્રતિકાત્મક તસવીર)
દાલા મરદાના તોપને 1565માં તૈયાર કરવામાં આવી હતી..જેને જગન્નાથ કર્મકારે બનાવી હતી.અને આ તોપનો ઈતિહાસ વિષ્ણુપુર સામ્રાજ્ય સાથે જોડાયેલો છે..દાલાનો અર્થ છે દુશ્મન અને મરદાનાનો અર્થ છે કાતિલ. આ નામના ગુણ મુજબ દાલા મરદાના તોપે પોતાના પરાક્રમ બતાવ્યા છે.
આ તોપના નામનો અર્થ છે વિશ્વ વિનાશક..જહાન કોના તોપને 1637માં બનાવવામાં આવી હતી.આ તોપ મુર્શિદાબાદ આર્ટગેલરીની શોભા વધારી હતી.પરંતુ શાહજહાં શાશનકાળમાં આ તેનું નામ બદલી ઢાકા કરવામાં આવ્યું
આ એ તોપ છે જેણ જયપુરની સીમાઓને સુરક્ષીત રાખી.વર્ષ 1720માં રાજા જય સિંહે આ તોપ તૈયાર કરાવી હતી.બારૂદના ગોળા દાગતી આ તોપને ખતરનાક માનવામાં આવે છે.આ તોપની સામે સેના પીછેહટ કરવામજબુર થઈ જતી હતી.આ તોપને સીમા સુધી લાવવા માટે હાથિઓની મદદ લેવી પડી હતી.
આ એશિયાની સૌથી મોટી તોપ છે.જયપુરમાં જયગઢ કિલ્લા પર રાખવામાં આવેલી આ તોપ જયબાણ નામથી પ્રખ્યાત છે. જયબાણ તોપમાંથી ફેંકવામાં આવેલા ગોળાથી શહેરથી 35 કિલોમીટર દૂર ચાકસૂ નામના ગામમાં તળાવ બની ગયું હતું. આજે પણ તોપના કારણે બનેલું તળાવ અસ્તિત્વમાં છે.જયબાણ તોપનું વજન 50 ટન અને લંબાઈ 31 ફુટ અને 3 ઈંચ છે.આ તોપમાં એકવાર ફાયર કરવા માટે 100 કિલો ગન પાવડરની જરૂર પડતી હતી.
જૂનાગઢના ઉપરકોટમાં રહેલી નીલમ અને માણેક તોપો જાણીતી છે.ઇ.સ.1537-38માં પોર્ટુગીઝો સામે દીવમાં થયેલી લડાઇમાં સુલેમાન પાશાએ લાવેલી આ તોપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.બાદમાં આ તોપોને બાદશાહ મહંમદ બેગડાને ભેટ આપી હતી. ત્યારબાદ બેગડાએ જૂનાગઢ પર ચઢાઈ કરીને જૂનાગઢ જીતી લીધું.ત્યારેથી આ તોપ ઉપરકોટમાં છે.આ તોપ આશરે 17 ફૂટ લાંબી છે, અને તેનો પરિઘ 7-6 છે.
એક સમયે કચ્છના માંડવી, ધાણેટી, ડગાળા અને રતનાલ વગેરે સ્થળોએ તોપ ઢાળવાનો ઉદ્યોગ ધમધમતા હતા..જમાદાર ફતેહમોહમ્મદે જામનગર સાથેના યુદ્ધમાં કચ્છી બનાવટની તોપનો ઉપયોગ કર્યો હતો.જેમાં સાવ નાના કદની તોપ ‘ગુડુદિયો’, વધુ અવાજ કરતી મધ્યમ કદની તોપને ‘મિરિયમ’ કહેવાતી. જ્યારે ‘સિકરા’ નામે ઓળખાતી તોપમાં તો જામગરી ચાંપતાંની સાથે જ પાછળ હટતી અને ફૂટવાની સાથે જ એટલા જ વેગથી આગળ વધતી. વધુ મોટી તોપ ‘ચંદન ઘો’ તરીકે ઓળખાતી. કદમાં નાની પણ ઘંટ આકારની તોપ ‘સુરંગ’ કહેવાતી.
આ તોપના નામનું અર્થ થાય છે યુદ્ધ મેદાનનો રાજા.બીજાપુરના મોહમ્મદ-બિન-હુસૈને 1549માં આ લોખંડની તોપ બનાવી હતી.700 MMની મારક ક્ષમતા વાળી આ તોપમાં પ્રથમ વખત લોખંડનો ગોળો દાગવામાં આવ્યો હતો.આ તોપનું વજન 55 ટન હતું.અને 1565માં વિજયનગર સામ્રાજ્યનો ખાત્મ કર્યા બાદ તેનું મલિદ-એ-મૈદાન નામ રાખવામાં આવ્યું હતું.
મુજફ્ફરનગરના ડીએમ આવાસમાં રાખેલી મૈસૂરા રાજા ટીપુ સુલતાનના શસ્ત્રગારમાંથી લૂટીને લાવવામાં આવી હતી.આ તોપ એવી રીતે બનાવવામાં આવી હતી કે સેંકડો મીટર સુધી મારક ક્ષમતા ધરાવતી હતી.જેમાં હાથગોળા અને દારૂગોળાનો ઉપયોગ થતો હતો..આ તોપને અંગ્રેજો ખાસ સ્થળો પર યુદ્ધ અભ્યાસ માટે વાપરતા હતા.આ તોપ મૈસૂરમાં 1780માં બનાવવામાં આવી હતી.
નાયક શાષનકાળમાં વર્ષ 1620માં આતોપને બનાવવામાં આવી હતી.આ તોપને દક્ષિણ ભારતમાં તંજાવુર શહેરની રક્ષા માટે મુખ્ય દરવાજા પર રાખવામાં આવી હતી.જેથી તેને તંજાવુરની તોપ કહેવાય છે.