ભૂકંપ-સુનામી સામે લડી રહ્યું છે ઇન્ડોનેશિયા, એક તરફ મદદ તો બીજી તરફ લૂંટફાટ
ખાલી પડેલા ઘરોમાં હાલમાં શરણ લઇ રહેલા લોકોને મદદ ના મળવા પર લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. એક ખાલી ઘરની અંદર રહેતા દાર્ઝન નામના વ્યક્તિનું કહેવું છે કે હુજ સુધી કોઇ મદદ મળી નથી.
ભોજન, સારવાર, ઇંધણ તેમજ શરણના અભાવ સાથે જોડાયેલા નાના ગામના લોકોને આટલા દિવસો થયા પણ મદદ ના મળવાના કારણે લોકમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ઇન્ડોનેશિયાની સરકરા મદદ પહોંચાડવા માટે સંધર્ષ કરી રહી છે અને રાહત અને બચાવ કાર્ય રાજધાની પાલુ શહેર સુધી જ કેન્દ્રીત છે. અધિકારિઓએ આ વાતનો સ્વિકાર કર્યો છે કે ત્રણ બહારના ક્ષેત્રોમાં રહેતા લોકોની દૂર્દશા માટે વધુ માહિતી ન હતી.
ડેંગ્ગાલા, સિગી અને પારિગી મુંટોંગ રીજેન્સીમાં ધીરે ધીરે આક્રોશ વધી રહ્યો છે. આ ગામમાં રહેતા લોકો મદદ માટેની બુમો પાડી રહ્યા છે અને કહીં રહ્યાં છે કે બચાવકર્તા તેમને નજરઅંદાજ કરી રહ્યાં છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો 'જોકોવી' વિડોજોની તરફ ઇશારો કરતાં ડોંગ્ગાલા ગામના એક રહેવાસીએ કહ્યું કે, ‘‘શ્રીમાન જોકોવી, ડોંગ્ગાલાની તરફ પણ ધ્યાન આપો.’’
અધિકારીએ કહ્યું કે, પાલુ ઉપરાંત બીજા એવા ગામ છે જેમની તરફ ધ્યાન આપવામાં આવ્યું નથી. ડોંગ્ગાલામાં અસરગ્રસ્ત ગામ વધારે છે. એટલું જ નહીં પાલુમાં પણ લોકોમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યોં છે. જ્યાં રસ્તા પર અમને ખાવાનું આપો, અમારી મદદ કરો, જેવા બોર્ડ લગાવવામાં આવ્યા છે અને બાળકો રસ્તાઓ પર ભિખ માંગી રહ્યાં છે.
આફતનો માર સહન કરી રહેલા દેશ માટે વિડોડોએ બીજા દેશોમાંથી મદદ લેવાની મંજૂરી આપી દીધી છે. સરકારનું કહેવું છે કે લગભગ 6400 બચાવ કર્મચારીઓ રાહત કાર્ય કરી રહ્યાં છે અને સમસ્યાઓને દુર કરવામાં હજુ સમય લાગશે.
ઇન્ડોનેશિયાના સુલાવેસી દ્વીપમાં રિએક્ટર પેમાને 7.5ની તિવ્રતા પર આવેલા ભૂકંપ અને ત્યારબાદ સુનામીના કારણે આ આફતમાં મૃતકોની સંખ્યામાં વધીને 840થી વધારે થઇ ગઇ છે. દેશમાં આફક મેનેજમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર, બચાવ કાર્ય અત્યાર પણ ચાલી રહ્યું છે. સીએનએનના જણાવ્યા અનુસાર, ઇન્ડોનેશિયામાં આફત મેનેજમેન્ટ એજન્સીના પ્રવક્તા સુતોપો નુગ્રોહોએ રવિવારે મૃતકોની સંખ્યાની પુષ્ટી કરી હતી, જેમણે શુક્રવારે આવેલા ભૂકંપમાં 24 લાખ લોકો પ્રભાવિત થયા હોવાનો અંદાજો લગાવ્યો હતો.