Breast Cancer: બ્રેસ્ટ કેન્સરની શરુઆતના સ્ટેજમાં શરીરમાં દેખાય છે આ 5 સંકેત, તુરંત કરાવી લેવા ટેસ્ટ
બ્રેસ્ટ કેન્સરની શરુઆતના લક્ષણોમાં નિપલની સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે. જો તમને આવા ફેરફાર દેખાય તો તુરંત એક્સપર્ટની મદદ લેવી. જેથી કેન્સરને વધતું અટકાવી શકાય.
બ્રેસ્ટ કેન્સરની શરુઆતમાં નિપલમાંથી તરલ પદાર્થ પણ નીકળી શકે છે. જો સ્ત્રી ગર્ભવતી ન હોય અને સ્તનપાન પણ કરાવતી ન હોય અને આ લક્ષણ દેખાય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો.
સ્તન કેન્સરમાં કોશિકા અનિયંત્રિત રીતે વધે છે. તેથી તેના કારણે સ્તનના આકારમાં પણ ફેરફાર જોવા મળે છે. જો સ્તનના આકારમાં અસામાન્ય ફેરફાર દેખાય તો તુરંત ટેસ્ટ કરાવી લેવા.
બ્રેસ્ટ કેન્સરની સ્થિતિમાં સ્તનમાં અથવા તો બગલમા એક કે એક કરતા વધારે ગાંઠ પણ જોવા મળી શકે છે. મોટાભાગે મહિલાઓ ગાંઠ પર ધ્યાન આપતી નથી. પરંતુ આ બેદરકારી જોખમી સાબિત થઈ શકે છે.
બ્રેસ્ટ કેન્સરના શરુઆતી લક્ષણોમાં આવું પણ જોવા મળે છે. જેમાં સ્કિન સંકોચાઈ જાય અથવા તો સ્કિન પર લાલ દાણા દેખાય છે. જો સ્તનની ત્વચામાં ફેરફાર જણાય તો તુરંત ડોક્ટરને જણાવી જરૂરી ટેસ્ટ કરાવી લેવા.