Uttarkashi Rescue Update: ટનલમાં કેવી રીતે પસાર કર્યા 17 દિવસ? Photos માં જુઓ અંદરનો નજારો

Fri, 01 Dec 2023-4:58 pm,

આ તસવીરોને જોઈને તમે અંદાજો લગાવી શકો કે સુરંગની અંદર મજૂરોએ 17 દિવસ કેવી રીતે પસાર કર્યા હશે? તસવીરોમાં જોઈ શકો છો કે ટનલની એકબાજુ ખાણીપીણીનો સામાન છે, જ્યૂસ અને પાણીની બોટલોની વ્યવસ્થા છે, કેળા, સંતરા જેવા ફળો છે. 

તસવીરો જોઈને ભયંકર સ્થિતિનો અંદાજો લગાવી શકાય છે. જો કે મજૂરોને કોઈ પણ પરેશાની ન થાય તેવી વ્યવસ્થા કરાઈ હતી. ટનલ બનાવવામાં ઉપયોગમાં લેવાતી જેસીબી મશીન પણ જોવા મળશે. 

આ તસવીરો ટનલમાં ફસાયેલા મજૂરો પોતાના ફોનના કેમેરાથી લઈ રહ્યા હતા. 17 દિવસ ચાલેલા આ ઓપરેશનમાં 41 મજૂરોને બચાવાયા. 

મજૂરોને બહાર કાઢવા માટે વિદેશી એક્સપર્ટ અર્નોલ્ડ ડિક્સની મદદ લેવાઈ હતી. આ ઉપરાંત મશીનથી ખોદકામ થયું અને અંતમાં જ્યારે મશીન કામ ન આવ્યું ત્યારે રેટ માઈનર્સ દેવદૂત બનીને આવ્યા અને મજૂરોને નવું જીવનદાન મળ્યું. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link